આ કેવી પત્ની ! ફૌજી પતિ ઘરે આવ્યો તો લોખંડના સળીયાથી કરી દીધી પીટાઇ, પત્નીની માંગ સાંભળી થઇ જશો હેરાન

પત્નીએ મગજ ગુમાવતા ફૌજી પતિની કરી દીધી પીટાઇ, કારણ સાંભળીને કહેશો શું કળયુગ આવ્યો છે

પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાના કિસ્સાઓ તો ઘણીવાર સામે આવે છે, પરંતુ કોઇકવાર આ ઝઘડા ખૌફનાક રૂપ લઇ લેતા હોય છે. હાલમાં જ પતિ-પત્નીના ઝઘડાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રજા પર ઘરે આવેલા સેનાના જવાનની પત્નીએ તેના ભાઈઓ સાથે મળીને મારપીટ કરી હતી. પતિને એવી રીતે માર મારવામાં આવ્યો હતો કે તેના શરીર પર ધબ્બા પડી ગયા હતા. આ અંગે પીડિત પતિએ તેની પત્ની અને સાળા સહિત છ લોકો સામે બાડમેરના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પત્નીએ તેના પતિ પાસે દિલ્હી આવવા માટે 50,000 રૂપિયા માંગ્યા હતા. જ્યારે પતિએ તે પૈસા ન આપ્યા તો પત્નીએ તેના ભાઈઓને બોલાવીને બેરહેમીથી માર માર્યો. પોલીસે પીડિત પતિની મેડિકલ તપાસ કરાવી છે. મળતી માહિતી મુજબ, પીડિત પતિ ચુનારામ જાટ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ વિદ્યા મંદિર પાસે શિવકર રોડનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચુનારામ જાટની પત્નીએ તેમની પાસેથી દિલ્હી જવા માટે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

પરંતુ ચુનારામે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. તેનાથી તેની પત્ની ગુસ્સે થઈ ગઈ. જે બાદ પત્નીએ તેના ભાઈઓને બોલાવીને પતિ સાથે નિર્દયતાથી મારપીટ કરી અને આ દરમિયાન પતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ચુનારામે સદર પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને સાળા અને સાસરિયા પક્ષના અન્ય 4 લોકો વિરુદ્ધ હુમલાનો કેસ નોંધાવ્યો છે. પીડિત જવાનના કહેવા પ્રમાણે, તેને લોખંડના સળિયા અને બેલ્ટ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

ચુનારામનો આરોપ છે કે લગભગ 7-8 કલાક સુધી તેની પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો. ચુનારામ હાલમાં લેહ-લદ્દાખમાં કામ કરે છે. પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવે જણાવ્યું કે સદર પોલીસ સ્ટેશનમાં જવાન પર નિર્દયતાથી હુમલો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત જવાનનું મેડિકલ બોર્ડ કરવામાં આવ્યું છે. સદર પોલીસ સ્ટેશન સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. આરોપીની શોધખોળ ચાલુ છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે.

યુવાન 12 માર્ચની રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેની પત્ની સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. જ્યારે પણ હું રજા પર આવું છું, તે દરરોજ દલીલ કરે છે. જો હું ફોન પર વાત કરવાની ના પાડીશ તો તે મને દહેજના કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. જ્યારે મેં તેને અને તેના પરિવારના સભ્યોને 50 હજાર રૂપિયા ન આપ્યા તો તેણે ભાઈઓને બોલાની મારી સાથે સાથે મારપીટ કરી. ચુનારામના લગ્ન 13 વર્ષ પહેલા નોજી દેવી સાથે થયા હતા. તેમને 11 વર્ષનો પુત્ર અને અઢી વર્ષની પુત્રી છે.

Shah Jina