સ્ટેડિયમમાં લાઈવ મેચમાં મેકઅપ કરી રહી હતી પત્ની, પતિ કરી રહ્યો હતો તેને મદદ, કેમેરો તેના તરફ જતા જ લોકોએ આપી એવી એવી પ્રતિક્રિયા કે..જુઓ વીડિયો

પતિને હાથમાં મોબાઈલ પકડાવી કેમેરો ચાલુ કરાવીને લાઈવ મેચમાં જ પત્ની કરી રહી હતી મેકઅપ, વીડિયો વાયરલ થતા જ લોકોએ કહ્યું, “આવો પતિ તો 16 સોમવારના વ્રતથી પણ ના મળે..” જુઓ

લાઈવ મેચ દરમિયાન કેમેરામેન ખુબ જ કમાલનું કામ કરતા હતા. ટીવી પર જયારે દર્શકો લાઈવ મેચનો આનંદ માણતા હોય ત્યારે જ થોડી સ્પેસ મળતા કેમેરામેન સ્ટેન્ડમાંથી કેટલીક એવી વસ્તુઓ અને એવા ચહેરાઓ બતાવી દે કે તે ઇન્ટરનેટ પર છવાઈ જતા હોય છે. કેમેરામેન દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવેલી ઘણી મિસ્ટ્રી ગર્લ પણ તમે જોઈ હશે.

ત્યારે હાલ એક લાઈવ મેચમાં એવો નજારો જોવા મળ્યો જેનો વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ છવાઈ ગયો છે. ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પતિ તેની પત્નીને મેકઅપ કરવામાં મદદ રહ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે “આ વર્ષનો શ્રેષ્ઠ પતિ.” આ વીડિયોને લોકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે સ્ટેડિયમમાં લાઈવ મેચ દરમિયાન તેની પત્ની સાથે બેઠો છે અને તેની પત્ની મેકઅપ કરી રહી છે. પત્ની તેના ચહેરાના એક ભાગ પર લાઇનર લગાવતી જોવા મળે છે. ત્યારે પતિ હાથમાં મોબાઈલ રાખી અને મોબાઈલના કેમેરામાં પત્ની તેનો ચહેરો જોઈને લાઈનર લગાવે છે.

ત્યારે આ વીડિયોને જોઈને હવે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ સોશિયલ મીડિયામાં જોયો છે અને કોમેન્ટ કરીને અલગ અલગ પ્રતિભાવ આપ્યા છે. કોઈકે તો કોમેન્ટ કરીને એમ પણ કહ્યું કે, “કાયદાની રીતે આ પતિને એક એવોર્ડ તો આપવો જ જોઈએ.”

Niraj Patel