દુઃખદ : છૂટાછેડા માટે પત્નીએ માંગ્યા એક કરોડ રૂપિયા, માનસિક તાણમાં આવીને યુવાને નર્મદા નદીના પુલ ઉપરથી ઝંપલાવી કરી લીધો આપઘાત

દેશભરમાં આપઘાતના કિસ્સાઓમાં ખુબ જ વધારો થયો છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે અપઘટ કરી લેતા હોય છે, ઘણી સ્ત્રીઓ પણ સાસરિયાના માનસિક ત્રાસ અને દહેજ માટે પ્રતાડિત કરવાના કારણે આપઘાત કરી લેતી હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તે હેરાન કરી દેનારો છે. જેમાં એક યુવકે પોતાની પત્ની અને સાસરિયાના કારણે આપઘાત કરવો પડ્યો છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ખરગોનમાં પત્નીના ત્રાસથી કંટાળીને એક યુવકે નર્મદા નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવીને પોતાની પીડા વ્યક્ત કરી હતી. વીડિયોમાં યુવકે જણાવ્યું કે પત્ની અને સાસરિયાઓ છૂટાછેડા માટે એક કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા હતા.

યુવકે એમ પણ જણાવ્યું હતું કે પૈસા ન હોવાથી મેં મારું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા મથકથી 80 કિમી દૂર બરવાહમાં નર્મદા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરનાર ડેપ્યુટી રેન્જરના પુત્ર અજય દ્વિવેદીની લાશ મુરલ્લા ગામ નજીક નર્મદા નદીમાં તરતી મળી આવી હતી. હાલ પોલીસે પત્ની અને સાસરિયાઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર 25 નવેમ્બરના રોજ રીવાના રહેવાસી અજય દ્વિવેદી પોતાના મિત્રો સાથે સ્કૂટી પર ઈન્દોરથી ઓમકારેશ્વર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે નર્મદા પુલ પરથી છલાંગ લગાવી હતી. ત્રણ દિવસથી ગોતાખોર સુનિલ કેવટની ટીમ શોધખોળમાં લાગી હતી. શનિવારે મુરલ્લા નર્મદા નદીમાં લાશ તરતી જોઈને લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ગોતાખોરની મદદથી અજય દ્વિવેદીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પોલીસને મૃતકની બાઇકની ડેકીમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટમાં અજયે લખ્યું છે કે,  “મારા મૃત્યુ માટે ગુરુ પ્રસાદ તિવારી, પ્રાર્થના તિવારી, પ્રિન્સ તિવારી અને રામા તિવારી જવાબદાર છે. આ લોકો ત્રણ વર્ષથી મારી અને મારા પરિવાર પર કેસ કરીને એક કરોડની માંગણી કરી રહ્યા હતા. જેનાથી નારાજ થઈને મેં આ પગલું ભર્યું છે.”

મૃતક યુવકના પિતા પ્રમોદ દ્વિવેદી રીવા જિલ્લાના સિરમૌરમાં ડેપ્યુટી રેન્જર તરીકે ફરજ બજાવે છે. પોલીસ ફરિયાદમાં તેમને આરોપ લગાવ્યો છે કે પુત્ર અજયના સાસરિયાઓએ મારી અને પરિવાર સામે દહેજ માટે હેરાનગતિનો ગુનો દાખલ કર્યો હતો અને પૈસા માટે તેને રોજેરોજ ત્રાસ આપતા હતો. જો તે પૈસા નહીં આપે તો તેને જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપતા હતો. જેના કારણે દીકરાએ આત્મહત્યા જેવું ખતરનાક પગલું ભર્યું હતું.

Niraj Patel