પતિ દારૂ ઢીચીને અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવતો, પત્નીએ દાંત વડે કાપી દીધો પ્રાઇવેટ પાર્ટ અને પછી….વાંચો ખતરનાક સ્ટોરી
Wife bites husband’s private part : ગુજરાત સમેત દેશભરમાં મહિલાઓ સાથે અત્યાચાર અને પ્રતાડનની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણીવાર સ્ત્રી એ હદ સુધી આવા ત્રાસ સહન કરીને કંટાળી જતી હોય છે કે તેને મોતને વહાલું કરવું પડતું હોય છે, તો ઘણીવાર તે એવા પગલાં પણ ભરતી હોય છે કે જેની ઘટના સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એક એવી જ ઘટનાની ચર્ચા ચાલી રહી છે, જેમાં પતિના અપ્રાકૃતિક સંબંધોથી કંટાળીને મહિલાએ પતિના પ્રાઇવેટ પાર્ટને દાનથી કાપી નાખ્યો.
પત્નીને દાંતથી પ્રાઇવેટ પાર્ટમાં ભર્યા બચકા :
આ ઘટના સામે આવી છે યુપીના હમીરપુરમાંથી. જ્યાં એક પત્નીએ પોતાના પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે બચકા ભર્યા. તે તેના પતિ સાથે અકુદરતી સંબંધો રાખવાથી નારાજ હતી. તેણે આરોપ લગાવ્યો કે વારંવાર વિરોધ કરવા છતાં તેના પતિએ શનિવારે રાત્રે પણ આવું જ કૃત્ય કર્યું, જે તે સહન ન કરી શકી અને ગુસ્સામાં આ ભયંકર પગલું ભર્યું. ડૉક્ટરોએ ઘાયલ પતિને હમીરપુરથી કાનપુર રિફર કરી દીધો છે. પતિની ફરિયાદના આધારે પોલીસે પત્ની વિરુદ્ધ FIR નોંધી છે. પત્નીને હાલમાં વન સ્ટોપ સેન્ટરમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે.
પત્નીને અગાઉ કર્યો હતો વિરોધ :
આ ઘટના હમીરપુરના સદર કોતવાલી ગામમાં બની હતી. પતિની ઉંમર 27 વર્ષ છે. દંપતીને ત્રણ બાળકો છે. પત્નીનો આરોપ છે કે પતિના તેની સાથે અકુદરતી સંબંધો છે. તેણીએ ઘણી વખત આનો વિરોધ કર્યો હતો, પરંતુ તેનો પતિ તેની હરકતોથી બચતો ન હતો. શનિવારે રાત્રે પણ આવું જ થવા લાગ્યું. આ વખતે તે પોતાની જાત પર કાબૂ ન રાખી શકી અને તેના પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કરડ્યો, જેના કારણે તેનો આગળનો ભાગ લોહીલુહાણ થઈ ગયો.
હોસ્પિટલમાં પતિ એડમિટ :
પત્નીના આ ઘૃણાસ્પદ કૃત્યથી પતિ રોષે ભરાયો હતો. રાત્રે જ તેને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને કાનપુર રિફર કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે પત્ની ત્રણેય બાળકો સાથે કલેક્ટર કચેરી પહોંચી હતી. તેણીને ડર હતો કે તેનો પતિ તેની સામે રિપોર્ટ નોંધાવશે. થોડા સમય પછી, કોતવાલી પોલીસ કલેક્ટર ચોકી પર બેઠેલી પત્નીને વન સ્ટોપ સેન્ટર પર લઈ ગઈ. જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
અગાઉ પણ થતા હતા ઝઘડા :
આ અંગે પોલીસનું કહેવું છે કે, પતિ-પત્ની વચ્ચે અગાઉ પણ ઘણી વખત ઝઘડા થયા હતા. મહિલા તેના પતિની હરકતોથી કંટાળી ગઈ હતી. જેના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હતો. પતિની ફરિયાદના આધારે પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 324 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોમવારે કોર્ટમાં તેનું નિવેદન લેવામાં આવશે. શનિવારે મોડી રાત્રે પરિવારના સભ્યો પત્ની દ્વારા પ્રાઈવેટ પાર્ટ કાપવાને કારણે ઘાયલ થયેલા પતિને ગંભીર હાલતમાં સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા.