સાસુ-સસરાએ પુત્રવધૂને દીકરી માની વિધવા વહુ માટે યુવક શોધ્યો, સામે વાળા વેવાઈએ જમાઈને દીકરો માની…આખો સમાજ જોતો રહી ગયો, ઉત્તમ કામ કર્યું

સમાજમાંથી ઘણીવાર એવા એવા ઉદાહરણો જોવા મળે છે જે આખા દેશ માટે પણ પ્રેરણા સમાન બની જતા હોય છે. ઘણીવાર લગ્નની અંદરથી પણ ઘણા ઘણા લોકો એવા કામ કરે છે જે લોકોના દિલ જીતી લે છે. હાલ એવા જ એક લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે અને આ લગ્ન સમાજ માટે પણ એક પ્રેરણા સમાન બની ગયા. કારણ કે આ લગ્ન કોઈની દીકરીના નહિ પરંતુ એક વિધવા વહુના હતા.

આ અનોખા લગ્નની ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લ્માંથી. જ્યાં સાસુ અને સસરાએ જ પોતાની વિધવા વહુ માટે મુરતિયાની શોધ કરી અને આખરે તેમની તલાશ પૂર્ણ થઇ અને તેમને એક વિધુર વ્યક્તિ મળી ગયો જેની સાથે તમેની વિધવા વહુના ધામધૂમથી લગ્ન કરાવ્યા. સાસુ સસરાએ પોતાની વહુને દીકરી માનીને અને જમાઈને દીકરો માનીને એકબીજા સાથે લગ્ન કરાવ્યા હતા. આ દંપતી લગ્નના થોડા વર્ષો બાદ જ પોતાના જીવન સાથીને ખોઈ બેઠ્ઠા હતા.

ખરગોન જિલ્લાના રહેવાસી રામચંદ્ર રાઠોડ અને ગાયત્રી રાઠોડના દીકરા અભિષેકનું પાંચ વર્ષ પહેલા હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. દીકરાના નિધન બાદ તેની પત્ની મોનિકા એકલી પડી ગઈ હતી. તેની 7 વર્ષની દીકરી દિવ્યાંશી પણ ઉદાસ રહેવા લાગી હતી. સાસુ સસરાએ વહુની ઉદાસી દૂર કરવા માટે તેના માટે એક જીવનસાથી શોધવાનું શરૂ કર્યું. બધા જ સામાજિક બંધનો તોડીને વહુના ફરીવાર લગ્ન કરવાંનુ મન બનાવી લીધી અને વહુને જ દીકરી માની તેના માટે મુરતિયો શોધવાનું શરૂ કરી દીધું.

દીકરાના નિધનના પાંચ વર્ષ બાદ એક યોગ્ય મુરતિયો પણ તેમને મળી ગયો. મોનિકાના લગ્ન ખંડવામાં રહેતા દિનેશ સાથે નક્કી રકવામાં આવ્યા. દિનેશની પત્ની સ્મિતાનું પણ કોરોનામાં નિધન થઇ ગયું હતું. દિનેશને પણ બે દીકરીઓ છે. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તે પણ યોગ્ય જીવન સાથી શોધી રહ્યા હતા અને તેમને મોનિકા મળી ગઈ. ગત શનિવારના રોજ ખંડવાના ગાયત્રી મંદિરમાં ગાયત્રી પદ્ધતિ દ્વારા મોનિકા અને દિનેશના લગ્ન પૂર્ણ થયા.

Niraj Patel