દ્વારકામાં વિધવા મહિલાના હત્યાના કેસમાં સગાભાઈ અને જેઠ ઝડપાયા, બંનેને ડાઉટ હતો કે વિધવા સુરમીબેન….

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ કે ઘણીવાર શંકા હત્યાનું કારણ હોય છે. હાલમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકામાંથી ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં સગાભાઈ અને જેઠે મળીને વિધવા મહિલા પર ચારિત્ર્યની શંકા મૂકી તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઉપરાંત વિધવાની દીકરીને પોતાની માતાની લાશનુ મોઢુ પણ ન જોવા દીધું. આ હત્યાને હાર્ટ એટેક કહી અગ્નિસંસ્કારની વિધિ પણ કરી હતી. જો કે, દ્વારકા પોલીસે દીકરીની ફરિયાદ પર ગણતરીના કલાકોમાં જ મહિલાની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામે રહેતા સુરમીબેનનું અચાનક મોત થયું હતુ.20 જુલાઇના રોજ જ તેમની દીકરીને માતાની ગુજરી ગયાના સમાચાર મળ્યા. તે બાદ તે તાત્કાલિક પિયરમાં આવી તો કુંટુબીજનોએ જણાવ્યુ કે, તેમનું મોત હાર્ટ એટેકથી થયુ છે. દીકરી આવે તે પહેલા જ કુટુંબીજનોએ માતાનું લાશનુ મોઢ પણ સરખુ ન બતાવ્યુ અને અંગ્નિસંસ્કારની વિધી કરી દીધી. દીકરીને માતાની મોત પર શંકા જતા દીકરીએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પોતાના માતાના મોત બાબતે ફરિયાદ નોંધાવી.

આ પ્રકરણમાં મૃતક મહિલાના સગાભાઈ તથા જેઠની અટકાયત કરી લેવામાં આવી છે. આરોપીઓને મૃતક મહિલાના ચારિત્ર ઉપર શંકા જતા હત્યા કર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. કલ્યાણપુર પોલીસે મૃતકની દીકરી ભૂમિબેનના મોટા બાપુ કાનાભાઈ, કાકા બાલુભાઈ તથા મામા અરજણભાઈ ગોરાણીયા, અરશીભાઈ ગોરાણીયા તથા રામદેભાઈ ગોરાણીયા નામના કુલ પાંચ પરિવારજનો સામે મનુષ્યવધ તથા પુરાવાના નાશ કરવા અંગેની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

તારીખ 20 જુલાઈના રોજ રાત્રિના સમયે સુમરીબેન જ્યારે તેના ઘરમાં સુતા હતા ત્યારે માથાના ભાગે લોખંડના સળીયાથી જીવલેણ ઘા મારી હત્યા કરી હતી. જેઠે ખુન થયાની કોઇને જાણ ના થાય તેથી ઘટના સ્થળે હત્યા થયાના પુરાવાઓનો નાશ કરી અને મોત હાર્ટ એટેકથી થયુ હોવાનુ જણાવ્યુ હતું.

Shah Jina