કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકથી મોતના કેસ…કેવા લોકોને હાર્ટ એટેક આવે છે ? જાણો કારણો

સાવધાન થઇ જજો, હવે તો રોજ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે…આખરે શું કારણ હશે? આજે વાંચો લેખમાં

અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકનું 66 વર્ષની વયે ગુરુગ્રામમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયુ હતુ. અભિનેતાના નિધનના સમાચાર બોલિવુડ સ્ટાર અને સતીશ કૌશિકના નજીકના મિત્ર અનપમ ખેરે શેર કર્યા હતા. સતીશ કૌશિકે જ્યારે અસ્વસ્થતાની ફરિયાદ કરી ત્યારે તે દિલ્હીમાં એક મિત્રના ઘરે હતા. અનુપમ ખેરે પીટીઆઈને કહ્યું, “તેને અસ્વસ્થતા લાગી અને તેણે ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવા કહ્યું અને રસ્તામાં તેને હાર્ટ એટેક આવ્યો.”

જણાવી દઇએ કે, હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયના સ્નાયુમાં લોહીનો પ્રવાહ ગંભીર રીતે અવરોધાય છે.રક્ત વિના હૃદયની પેશીઓ ઓક્સિજન ગુમાવે છે અને આને કારણે હાર્ટ એટેક આવે છે અને વ્યક્તિનું મોત થાય છે. આ અવરોધ હૃદયની ધમનીઓમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થોના સંચયને કારણે થાય છે.

હાર્ટ એટેકના કિસ્સામાં તબીબી સહાય લેવી મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો હાર્ટ એટેકથી પીડિત વ્યક્તિ પર CPR આપવાની ભલામણ કરે છે.અમુક સ્વાસ્થ્ય સ્થિતિઓ, તમારી જીવનશૈલી પસંદગીઓ, ઉંમર અને કૌટુંબિક ઇતિહાસ સહિતના કેટલાક પરિબળો તમારા હૃદય રોગના જોખમને પ્રભાવિત કરી શકે છે.

હૃદયરોગનો હુમલો, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, અથવા વધુ વજન એટલે કે મેદસ્વી ધરાવતા લોકો તેમજ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરતા લોકોને આવી શકે છે. આ ઉપરાંત પણ બીજા અનેક કારણો હોઇ શકે છે. હાલની જ વાત છે જ્યારે અભિનેત્રી સુષ્મિતા સેને એ વાતનો ખુલાસો કર્યો હતો તેને હાર્ટ એટેક આવ્યો હતો પણ હવે તે ઠીક છે. સતીશ કૌશિકનું પણ નિધન હાલમાં હાર્ટ એટેકને કારણે થયુ. આ ઉપરાંત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને સિંગર કેકેનું પણ હાર્ટ એટેકને કારણે નિધન થયુ હતુ.

હાર્ટ એટેકના કારણો

હાઈ બ્લડ પ્રેશરઃ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ હાર્ટ એટેકના જોખમમાં સામેલ છે. હાઈ બ્લડ પ્રેશર રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે જેના કારણે ધમનીઓની લચકતા ઓછી થવા લાગે છે અને લોહીના પ્રવાહમાં વધારો થવાથી ઓક્સિજન અને લોહી હૃદય સુધી ઝડપથી પહોંચે છે. જેના કારણે અચાનક હાર્ટ એટેક આવી શકે છે.

હાઈ કોલેસ્ટ્રોલઃ શરીરમાં સારા કોલેસ્ટ્રોલની સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ એક ફેટી પદાર્થ છે જે ધમનીઓમાં જમા થવા લાગે છે જેના કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે અને શરીરના ઘણા ભાગોમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. લોહીના પ્રવાહમાં અવરોધને કારણે, શરીરના ઘણા ભાગોમાં દુખાવો શરૂ થાય છે. હાઈ કોલેસ્ટ્રોલ લોહીને યોગ્ય રીતે હૃદય સુધી પહોંચવા દેતું નથી, જેના કારણે અચાનક હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.

ધૂમ્રપાન: રોજિંદા ધોરણે વધુ પડતું ધૂમ્રપાન હૃદયના સ્વાસ્થ્યને સીધું અસર કરે છે. ધૂમ્રપાનથી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે, જે ધમનીઓને અવરોધિત કરી શકે છે અને અચાનક હાર્ટ એટેક તરફ દોરી જાય છે.

સ્થૂળતા: સ્થૂળતા પણ હાર્ટ એટેકના જોખમી પરિબળોમાં આવે છે. તેનાથી ધમનીઓ બ્લોક થઈ શકે છે અને હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. જેના કારણે સ્થૂળતાનો ભોગ બનેલા લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળે છે.

Shah Jina