કોણ છે ગૌતમ સિંઘાનિયા ? જેને છૂટાછેડા લેવા માટે ખર્ચવા પડશે 8,745 કરોડ રૂપિયા ? 6000 કરોડના બંગલામાં જીવે છે આલીશાન જીવન

કોણ છે અરબપતિ ગૌતમ સિંઘાનિયા ? જેને છૂટાછેડા માટે ખર્ચવા પડી શકે છે 8,745 કરોડ

Who is Raymond Gautam Singhania : રેમન્ડ ગ્રૂપના એમડી ગૌતમ સિંઘાનિયા તેમની બિઝનેસ એક્ટિવિટીને કારણે મીડિયામાં ચર્ચામાં છે, પરંતુ હાલમાં તેઓ તેમના બિઝનેસને કારણે નહીં પરંતુ અન્ય કારણોસર મીડિયામાં ચર્ચાનો વિષય છે. હકીકતમાં ગૌતમ સિંઘાનિયા પોતાની પત્ની નવાઝ મોદીથી અલગ થવા માંગે છે. દિવાળીના દિવસે રેમન્ડ ગ્રુપના એમડી અને તેમની પત્નીના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. જો કે, ચર્ચાનો વિષય છૂટાછેડા નથી પરંતુ મિલકતના હિસ્સાની માંગ છે.

પત્ની સાથે લઇ રહ્યા છે છૂટાછેડા :

નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવા માટે પ્રોપર્ટીમાં 75 ટકા હિસ્સાની માંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો ગૌતમ સિંઘાનિયા વિશે જાણવામાં ઉત્સુકતા બતાવી રહ્યા છે. ઉદ્યોગપતિ અને રેમન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા લગ્નના 32 વર્ષ બાદ તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી છૂટાછેડાની અંતિમ પ્રક્રિયામાં વ્યસ્ત છે, પરંતુ મામલો પ્રોપર્ટીની માંગ પર અટવાયેલો છે. છૂટાછેડાના બદલામાં નવાઝ મોદીએ ગૌતમની કુલ સંપત્તિના 75 ટકાની માંગણી કરી છે, જે 8 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

પત્નીને છૂટાછેડા માટે 8,745 કરોડ માંગ્યા :

એક મીડિયા રિપોર્ટ અનુસાર નવાઝ મોદીએ ગૌતમ પાસે આ રકમ તેમની બે દીકરીઓ નિહારિકા અને નીસા માટે માંગી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ ગૌતમ સિંઘાનિયા જેઓ પોતાની ભવ્ય જીવનશૈલી અને અબજો ડોલરની સંપત્તિ માટે જાણીતા છે. હાલમાં તેમની કુલ સંપત્તિ 1.4 બિલિયન યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણમાં 11,660 કરોડ રૂપિયા છે. આ નેટવર્થમાં તેમની પત્નીએ છૂટાછેડા માટે 8,745 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

1.4 બિલિયનની છે સંપત્તિ :

જો કે તેના છૂટાછેડાના સમાધાનના ભાગ રૂપે અબજોપતિએ સૂચન કર્યું છે કે એક કુટુંબ ટ્રસ્ટ બનાવવામાં આવે જ્યાં તે કુટુંબની સંપત્તિને ટ્રાન્સફર કરશે અને પૈસાના સંચાલન પર માત્ર સિંઘાનિયાનું નિયંત્રણ હશે. ગૌતમ સિંઘાનિયા અબજોપતિ ઉદ્યોગપતિ છે. હાલમાં તેઓ રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ ધરાવે છે. રેમન્ડ ગ્રૂપ વિશ્વનું સૌથી મોટું સૂટીંગ કપડાંનું ઉત્પાદક છે. ફોર્બ્સ અનુસાર, સિંઘાનિયાની કુલ સંપત્તિ 1.4 બિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણમાં 11,658 કરોડ રૂપિયા છે.

કાર, પ્લેન અને યાટના શોખીન :

સિંઘાનિયા વૈભવી જીવન જીવવા માટે જાણીતા છે અને તેઓ ઝડપી કાર, પ્લેન અને યાટના શોખીન છે. અબજોપતિને તેની મોટાભાગની સંપત્તિ તેના પિતા પાસેથી વારસામાં મળી હતી, જેમણે તેને કુટુંબની સમજ મુજબ કંપનીનો 37 ટકા હિસ્સો આપ્યો હતો. ગૌતમ સિંઘાનિયાને અબજોપતિની દિવાળી પાર્ટીમાં પ્રવેશતા અટકાવ્યાના દિવસો બાદ નવાઝ મોદીએ તેમની 32 વર્ષની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી. સિંઘાનિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બંને પોતાની બંને દીકરીઓને એકસાથે ઉછેરવાનું ચાલુ રાખશે.

Niraj Patel