જૂનાગઢમાં પોતાના ભડકાઉ ભાષણને લઈને ચર્ચામાં આવેલા મૌલાનાની મુંબઈમાંથી થઇ ધરપકડ, જૂનાગઢની કોર્ટમાં કરવામાં આવ્યો રજૂ, જાણો કોણ છે તે ?
Who is Maulana Mufti ? જૂનાગઢની અંદર ગત 31મી જાન્યુઆરીના રોજ ભડકાઉ ભાષણ આપીને મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરી ચર્ચામાં આવ્યો હતો, તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના બાદ તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને ગુજરાત ATS દ્વારા તેની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી અને તેને જૂનગાઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે લોકોના મનમાં એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે આ મૌલાના મુફ્તી છે કોણ ?
શું હતો મામલો ? :
વાત કરીએ આ ઘટના વિશે તો થોડા દિવસ પહેલા જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક ધર્મ સંમેલન યોજાયુ હતુ, આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીએ મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યુ હતુ, આ સ્પીચનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પર કાર્યવાહી કરતાં પોલીસે એફઆઇઆર નોંધી હતી. મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઇને હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મગુરુઓ વિરોધ નોંધાવી રહ્યાં છે.
કોણ છે મૌલાના મુફ્તી ?
મીડિયા રિપોર્ટ પ્રમાણે મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઈસ્લામિક રિસર્ચ સ્કોલર ગણાવે છે. તે જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાનના સ્થાપક છે. તેણે ઇજિપ્તના કાહીરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફ્તી ઘણી સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળે છે. તેની ફોન ફોલોઈંગ ઘણી મોટી માત્રામાં છે. તે પોતાના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે અવાર નવાર ચર્ચામાં પણ આવ્યો છે.