કોણ છે સોશિયલ મીડિયામાં રાતો રાત વાયરલ થઇ ચૂકેલા “હંસાબેન ભરતભાઈ પરમાર”, ચાલો કરીએ તેમના અંગત જીવનમાં ડોકિયું

સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારા અને 5 જ દિવસમાં જેમના એકાઉન્ટમાં 1 લાખથી પણ વધુ ફોલોઅર્સ આવી ગયા એવા હંસાબેન ભરતભાઈ પરમારના જીવન વિશેની અંગત વાતો… જુઓ

Who is Hansaben Bharatbhai Parmar? : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ વસ્તુ કયારે વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું. તમે ઘણા લોકોને જોયા હશે જે તેમના એક વીડિયોના કારણે સેલેબ્રીટી પણ બની ગયા હોય. હાલ ગુજરાતમાં પણ એક એવું જ નામ ચર્ચાઇ રહ્યું છે અને એ નામ છે “હંસાબેન ભરભાઈ પરમાર”નું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં કરોડો લોકોએ જોયો અને હંસાબેન પણ રાતો રાત સ્ટાર બની ગયા. ત્યારે હંસાબેન વિશે પણ લોકો જાણવા ઇચ્છુક બન્યા છે.

કોણ છે હંસાબેન ?

હંસાબેન આશરે એકાદ વર્ષ પહેલા જોવા મળ્યા હતા. જયારે એક પક્ષની રેલીની અંદર રિપોર્ટરે તેમને તેમનું નામ પૂછ્યું હતું. ત્યારે હંસાબેને એવા અંદાજમાં પોતાનું નામ “હંસાબેન ભરતભાઈ પરમાર” જણાવ્યું કે તેનો વીડિયો ધડાધડ વાયરલ થઇ ગયો હતો. આ વીડિયોને લઈને ક્રિએટરો દ્વારા ઘણા મીમ પણ બનાવવામાં આવ્યા હતા અને જોત જોતામાં તો હંસાબેનનું નામ ગુજરાતના દરેક દરેક ગામના દરેક ઘરની અંદર સાંભળવા મળવા લાગ્યું.

વાયરલ થયો હતો વીડિયો :

સોશિયલ મીડિયાનું કોઈપણ પ્લેટફોર્મ ખોલો હંસાબેનનું નામ સાંભળવા મળતું. જેના બાદ હંસાબેને પણ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તમેને હજારો લોકો ફોલો પણ કરવા લાગ્યા અને હંસાબેન પણ તેમના સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવા પણ લાગ્યા છે.  ત્યારે આજે અમે તમને હંસાબેનના અંગત જીવનની વાતો જણાવીશું. તેઓ ક્યાં રહે છે અને હાલમાં શું કરે છે અને તેમના વાયરલ વીડિયો બાદ તેમને શું કહ્યું હતું.

રાજકોટના રહેવાસી છે :

હંસાબેન મૂળ રાજકોટના રહેવાસી છે. તેઓ રાજકોટમાં આવેલા મવડી ફાયરબ્રિગેડ વિસ્તારમાં રહે છે. હાલ તમેની ઉંમર 50 વર્ષની છે અને તેમના સંતાનોમાં બે દીકરા અને બે દીકરીઓ છે. તેમની બંને દીકરીઓના લગ્ન થઇ ચુક્યા છે અને તેઓ હાલ પોતાના બંને દીકરા સાથે જ રાજકોટમાં રહે છે. તેમના વીડિયો વાયરલ થયા બાદ તેમને મીડિયા સમક્ષ આવીને એમ પણ કહ્યું હતું કે મારા વીડિયો પર ખોટા વીડિયો ના બનાવશો નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયામાં મચાવે છે ધૂમ :

હંસાબેને એમ પણ જણાવ્યું હતું કે તેમના વીડિયો વાયરલ થયા બાદ તેમનું ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. તે બહાર મોઢા પર બાંધીને નીકળતા તો પણ લોકો તેમને ઓળખી જતા અને તેમની સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા માટે પડાપડી પણ કરતા હતા. પરંતુ હવે હંસાબેન પણ સોશિયલ મીડિયાના રંગમાં રંગાઈ ગયા છે. તેમના વીડિયોમાં તેમની ઓડી જેવી લક્ઝુરિયસ ગાડીઓમાં એન્ટ્રી થતી પણ જોવા મળે છે. જેના વીડિયો પણ ખુબ જ વાયરલ થાય છે. આજે તેઓ બ્રાન્ડ માર્કેટિંગ કરીને પણ સારી એવી આવક મેળવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવે થાર અને ઓડી જેવી લક્ઝુરિયસ કારમાં નીકળે છે હંસાબેન.. રાજકોટ માં લોકો જોતા જ રહી જાય છે.

Niraj Patel