અંકિતા લોખંડેએ ટી શર્ટમાં શેર કરી તસવીરો, લોકો પૂછવા લાગ્યા પેન્ટ કયા છે ?

પેન્ટ પહેર્યા વગરના PHOTOS વાયરલ થયા? સુશાંતના ચાહકો આ તસવીરો જોતા જ બગાડ્યા- જુઓ

ટીવી અને બોલિવુડ અભિનેત્રી અંકિતા લોખંડે આ દિવસોમાં સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેના જીવનની પળો સાથે નવા નવા ફોટોશૂટ પણ શેર કરતી રહે છે. આદ કાલ તો અંકિતા કંઇક બદલાયેલા અંદાજમાં જોવા મળી રહી છે.

હાલમાં જ અંકિતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. અંકિતાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં અંકિતા લાઇટ પિંક કલરની ટી શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. ટી શર્ટ પર ઓવરડ્રેસ્ડ લખેલુ છે. આને ધ્યાનમાં રાખી અંકિતાએ આ તસવીર પર કેપ્શન લખ્યુ છે.

અંકિતાએ તસવીર શેર કરતા લખ્યુ કે, શું તમને લાગે છે કે, હું ઓવરડ્રેસ્ડ છુ. અંકિતાએ તેના આ લુકને કમ્પલીટ કરવા માટે વાળને વેવી રાખ્યા છે, સાથે જ તેણે વ્હાઇટ સ્પોર્ટ્સ શુઝ કેરી કર્યા છે.

ચાહકો અંકિતાના આ લુકની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ અંકિતાની આ તસવીરોને કારણે તેને ટ્રોલ પણ થવું પડયુ છે.એક યુઝરે લખ્યુ કે, પેંટ કયા છે ?

ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આનો અપમિંગ શો બોયકોટ કરીશુ. આમ તો વધારે લોકો અંકિતાની પ્રશંસા જ કરી રહ્યા છે અને તેની ખૂબસુરતીના પુલ બાંધી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, અંકિતા લોખંડે જલ્દી જ “પવિત્ર રિશ્તા 2.0″માં જોવા મળવાની છે. આ શોમાં તેની સાથે શાહીર શેખ જોવા મળશે. પવિત્ર રિશ્તાના પહેલા સિઝનમાં અંકિતા અને સુશાંત જોવા મળ્યા હતા. ચાહકોએ બંનેની જોડીને ખૂબ પ્રેમ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પવિત્રા રિશ્તા દરમિયાન સુશાંત અને અંકિતાનો પ્રેમ પાંગર્યો હતો. તેઓએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ અને તે બાદ તેઓએ એકબીજાનો સાથે છોડી દીધો હતો.

સુશાંત સિંહ રાજપૂતનું ગયા વર્ષે 14 જૂનના રોજ નિધન થઇ ગયુ હતુ તેણે મુંબઇ સ્થિત તેના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તે બાદ સુશાંતના ચાહકો અને પરિવારજનોને ઘણો મોટો ઝાટકો લાગ્યો હતો.

Shah Jina