EDની રેડમાં જે પૈસા જપ્ત થાય છે તે આખરે જાય છે ક્યાં ? જાણો

EDની છાપેમારી બાદ ક્યાં જાય છે કાલા ધન, .જાણો પૂરી કહાની

ED હાઇ પ્રોફાઇલ કેસમાં પોતાની છાપેમારીને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ED એક સપ્તાહની અંદર બંગાળની મમતા સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના ઘરે છાપેમારી કરી 50 કરોડ રૂપિયાથી વધારે રોકડ અને 5 કિલોથી વધારે સોનું જપ્ત કરી ચૂકી છે. EDની છાપેમારી બાદ અર્પિતાના ઘરેથી જપ્ત થયેલી નોટોની તસવીર પણ વાયરલ થઇ હતી. નોટોના બંડલો જોઇ તમારા મનમાં પણ સવાલ ઊભો થયો હશે કે આખરે આટલા પૈસાનું શું થતુ હશે ?

ED, CBI, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મની લોન્ડ્રિંગ, ઇન્કમટેક્સ ફ્રોડ કે અન્ય અપરાધિક ગતિવિધિોમાં તપાસ, પૂછપરછ, છાપેમારી કરવા અને ચલ-અચલ સંપત્તિઓ જપ્ત કરવાનો અધિકાર હોય છે. આ એજન્સીઓ પૈસાને પોતાની કસ્ટડીમાં લે છે અને પછી અદાલતના આદેશથી તે પૈસાને આરોપીને પરત કરી દેવાય છે અથવા તો પછી તે સરકારની સંપત્તિ બની જાય છે. આ પૂરી પ્રક્રિયા એટલી સરળ નથી.શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત કેસની તપાસ કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અર્પિતા મુખર્જીના ઘરેથી 50 કરોડ રૂપિયા અને 5 કિલો સોનું રિકવર કર્યું છે.

વાસ્તવમાં આ પહેલો મામલો નથી, જ્યારે EDને દરોડા દરમિયાન આટલી મોટી રકમ મળી હોય. માત્ર 4 વર્ષમાં EDએ દરોડા દરમિયાન 60 હજાર કરોડથી વધારે રૂપિયા અને જ્વેલરી જપ્ત કરી છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે આટલી મોટી રકમનું ED શું કરે છે ? સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે EDને કોઈના ઘરે દરોડા પાડવાનો અધિકાર ક્યાંથી મળે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ, ED પાસે સંપત્તિ જપ્ત કરવાની સત્તા છે.

EDના દરોડા દરમિયાન, રોકડ, દાગીના અને મિલકત જેવી જપ્ત કરવામાં આવેલી વસ્તુઓનું પંચનામુ કરવામાં આવે છે. તેમાં જપ્ત કરાયેલ વ્યક્તિ અને અન્ય બે સાક્ષીઓની સહીઓ હોય છે. જો ED દરોડા દરમિયાન મિલકતના કાગળો જપ્ત કરે છે, તો તેને PMLA ની કલમ 5(1) હેઠળ મિલકત જપ્ત કરવાનો અધિકાર છે. અદાલતમાં એ સાબિત થાય તો સરકાર તેને પોતાના કબજામાં લઈ શકે છે. પીએમએલએ હેઠળ, ઇડીને વધુમાં વધુ 180 દિવસ માટે મિલકતને અટેચ કરવાનો અધિકાર છે અને જો તે કોર્ટમાં તેને ન્યાયી ઠેરવવામાં અસમર્થ રહે તો મિલકતને મુક્ત કરવામાં આવે છે.

કોમર્શિયલ પ્રોપર્ટીના કિસ્સામાં, તેને અટેચ કર્યા પછી પણ, આરોપી તેનો ઉપયોગ કરી શકે છે, ત્યાં સુધી કે જ્યાં સુધી તેના પર કોર્ટનો નિર્ણય ન આવે. જો ED દરોડા દરમિયાન કિંમતી સોના અને ચાંદીના ઘરેણાં રિકવર કરે છે, તો તે સરકારી વેરહાઉસમાં જમા કરવામાં આવે છે. આ સાથે દરોડા દરમિયાન મળેલી રોકડ પણ સુરક્ષિત વેરહાઉસમાં રાખવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં, જપ્ત કરવામાં આવેલી મિલકતો વર્ષો સુધી પડી રહે છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં નિર્ણય લેવામાં આવતો નથી.

જ્યારે મિલકતમાં વાહન અથવા કોઈપણ પ્રકારની જંગમ મિલકત હોય, તો તે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના વેરહાઉસમાં રાખવામાં આવે છે. અહીં પાર્કિંગ ફી સંબંધિત એજન્સી દ્વારા ચૂકવવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં આ જંગમ મિલકતો નાશ પામે છે. જો કે તેમની દેખરેખ માટે એજન્સી બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેની રચના થઈ નથી. ઈડી અથવા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક-એક રૂપિયાનો હિસાબ રાખે છે. નોટો અનુસાર બંડલ બનાવે છે. જો નોટો પર કોઈપણ પ્રકારના ચિહ્નો જોવા મળે છે,

અથવા તેમાં કંઈક લખેલું છે અથવા જો તે એન્વલપમાં છે, તો એજન્સીઓ તેને પોતાની પાસે રાખે છે. તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે. બાકીની રકમ બેંકોમાં જમા છે. ED-IT આ નોટો ભારતીય રિઝર્વ બેંક અથવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરવામાં આવે છે. જો મામલો રાજ્યને લગતા દરોડાની હોય તો તે રાજ્ય સરકારના ખાતામાં જમા થાય છે. જો કે, ઘણી વખત તપાસ એજન્સીઓ કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી આંતરિક આદેશ દ્વારા કેટલાક પૈસા પોતાની પાસે રાખે છે.

Shah Jina