BREAKING : CM મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા થઈ, તસવીરો આવી સામે, જુઓ

વેસ્ટ બંગાળના CM મમતા બેનર્જીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. કહેવાય છે કે, CM મમતા બેનર્જીના માથામાં ગંભીર ઈજા થઈ છે અને ઓલ ઈંડિયા તૃણમૂલ કોંગ્રેસે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, તેમને ગંભીર ઈજા થઈ છે અને સૌ લોકો તેમના માટે પ્રાર્થના કરે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ CM મમતા બેનર્જી પોતાના ઘરમાં ટ્રેડ મિલ પર કસરત કરતા હતા અને અચાનક જ તેઓ પડી ગયા હતા. આ ઘટના બાદ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ તેમને કોલકત્તાની એક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલમાં દાખલ તેઓ વારંવાર ઘરે પાછા જવાની જિદ કરી રહ્યા છે. તેમનો કોનવોય હોસ્પિટલમાં તૈયાર છે. સંભાવના છે કે મમતા બેનર્જી ઘરમાં જ ઈજાગ્રસ્ત થયા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

YC