ઓહ બાપ રે, અંબાલાલ કાકાની આગાહી ત્રણ વાવાઝોડા તબાહી મચાવશે! જાણો અંદરની વિગત
હાલમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠા થઇ રહ્યા છે, ત્યારે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, અને ખેડૂતો પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. એક તરફ હવામાન વિભાગ તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે અને મોટાભાગની આગાહીઓ સાચી પણ પડી રહી છે.
ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના સંકેત ફરી આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, રોહિણી નક્ષત્રમાં 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે અને આ દરમિયાન વીજળીના કડાકા તેમજ થંડર સ્ટ્રોમની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ શુક્રવારથી લઈને 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં વધુ એક સાઇકલોનિક સિસ્ટમ સક્રિય થતાં 50 કિમીની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઇ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
જેને લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દમણ, નવસારી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે 6થી 9 જૂન ચક્રવાત આવવાની સંભાવના અને એને લઇને 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.