કાચા બદામ અને પાક્કા જામફળ વાળા બાદ હવે લાલ તરબૂચ વાળાનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ માથું પકડી લેશો

સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. થોડા સમય પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો, કાચા બદામ ગીતનો, જેમાં એક મગફળી વેચનારો માણસ મગફળી વેંચતા વેંચતા ગીત ગાય છે અને તેના બાદ તે સ્ટાર બની જાય છે. જેના બાદ એક જામફળ વાળાનું ગીત પણ વાયરલ થયું હતું, ત્યારે હવે એક તરબૂચ વેચવા વાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

તરબૂચ વેચનારનો વીડિયો જોઈને તમારું દિમાગ પણ સુન્ન થઇ જશે. તરબૂચ વેચનારની અનોખી સ્ટાઈલ જોઈને લોકો પેટ પકડીને હસવા મજબૂર થઈ રહ્યા છે. વીડિયોમાં તરબૂચ વેચનાર કંઈક એવું કરે છે જેને જોઈને બાળકો પણ ડરી જશે. અત્યારે તો આ વીડિયો જોયા પછી તમારા માટે તમારું હાસ્ય રોકવું મુશ્કેલ થઈ જશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથ લારી પર તરબૂચ રાખી રહ્યો છે. તે બજારમાં તરબૂચ વેચતો જોવા મળે છે. આ દરમિયાન તેની તરબૂચ વેચવાની સ્ટાઈલ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે આ વ્યક્તિ ગીત ગાઈને તરબૂચ વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે તે શું ગાય છે, તે બરાબર જાણી શકાયું નથી. હાલમાં વીડિયોમાં તેની એક્શન ખૂબ જ ફની લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખુબ જ વાયરલઃ થઇ રહ્યો છે અને લોકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે, આ વીડિયોને જોઈને ઘણા લોકો તરબૂચ વેચવા વાળાની સ્ટાઇલ ઉપર હાસ્યાસ્પદ કોમેન્ટ પણ કરી રહ્યા છે.વીડિયોની અંદર એ પણ જોઈ શકાય છે કે જેવું જ તરબૂચ વેચવા વાળો ગાવાનું શરૂ કરે છે તેની બાજુમાં ઉભેલો વ્યક્તિ પણ હસવા લાગે છે.

Niraj Patel