જુઓ કરોળિયો કેવી બનાવે છે તેનું જાળું, આજ પહેલા તમે આવી કારીગરી આટલી નજીકથી ક્યારેય નહિ જોઈ હોય

આપણા  ઘરડાઓ આપણે હંમેશા કરોળિયા જેવી મહેનત કરવા માટે કહેતા હોય છે. કારણ કે કરોળિયાનું ઘર હજાર વખત તૂટશે, ઘર બનાવતી વખતે તે હજારો વખત નીચે પડશે છતાં પણ તે તેના પ્રયત્નો નથી છોડતો અને પોતાનું ઘર બનાવીને જ સંતોષ માને છે. અપને કરોળિયાના જાળાં જોયા જશે, ઘણીવાર તેમના દ્વારા બનાવવામાં આવેલા જાળાં જોઈને આપણને પણ નવાઈ લાગે કે આટલું ઝીણવટથી તે કેવી રીતે જાળું બનાવતો હશે ?

આપણે પણ કરોળિયાની એ મહેનતને જોવા માંગતા હોઈએ છીએ, પરંતુ એકધાર્યું ઉભા રહી અને આપણે તેમની મહેનત જોઈ નથી શકતા. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં કરોળિયાની આ મહેનતનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કરોળિયો પોતાનું જાળું ગૂંથવામાં કેવી મહેનત કરી રહ્યો છે તે ખુબ જ બારીકાઇથી જોઈ શકાય છે.

1 મિનિટ અને 56 સેકેન્ડના આ વીડિયોની અંદર કરોળિયાના અધભૂત સ્કિલને જોઈ શકાય છે. તે ખુબ જ આરામથી જાળું બનાવવાનું શરૂ કરે છે. પરંતુ થોડા જ સમયમાં એટલી ઝડપ પકડી લે છે કે કોઈ પરફેક્શન મશીનની જેમ જ તે જાળું બનાવી દે છે. આ જોઈને ઘણા લોકો પણ હેરાન રહી ગયા છે.

સોશિયલ મળિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જોનારે પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે કરોડિયો આટલા ઝડપથી તેનું જાળું બનાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી હાજરો લોકોએ નિહાળી લીધો છે અને તેના આ અદભુત સ્કિલની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel