ખબર

મિસ્ટર વાંગડુંનો એક નવો આવિષ્કાર,ભારતીય સેના માટે તૈયાર કર્યો ખાસ ટેન્ટ, માઇનસ તાપમાનમાં પણ નહીં લાગે ઠંડી, જુઓ તસવીરો

થોડા વર્ષો પહેલા આવેલી આમિર ખાનની ફિલ્મ “3 ઈડિયટ્સ”  દર્શકોને ખુબ જ પસંદ આવી હતી, આ ફિલ્મમાં આમિર ખાન ફૂંશૂક વાંગડુંના અભિનયમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં વાંગડુના આવિષ્કાર ખુબ જ વખાણવામાં આવ્યા હતા, પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ ફૂંશૂક વાંગડું હકીકતમાં લદ્દાખના સોનમ વાંગચૂક દ્વારા.  જેમને લદ્દાખની અંદર સ્કૂલ ખોલી છે.

Image Source

સોનમ વાંગચૂક દ્વારા લદ્દાખની અંદર લોહી થીજવી દેનારી ઠંડીમાં ફરજ બજાવતા જવાનો માટે એક એવો ટેન્ટ તૈયાર કર્યો છે જે વગર લાકડી, કેરોસીન વગર ફક્ત સૂરજની ગરમીથી જ ખુબ જ ગરમ રહે છે. 10 જવાનો માટે રહેવા વાળા આ ટેન્ટની અંદરનું તાપમાન 20 ડિગ્રી જેટલું જ રહે છે જયારે બહારનું તાપમના માઇનસ 20 ડિગ્રી હોય.

Image Source

આ માહિતી સોનમ વાંગચૂક દ્વારા તીવત કરીને આપવામાં આવી હતી તેમને જણાવ્યું હતું કે ગલવાન વેલીમાં રાત્રે 10 વાગે જ્યાં બહારનું તાપમાન -14°C હતું ત્યારે ટેન્ટની અંદરનું તાપમાન +15°C હતું. તેમાં ના તો કેરોસીનની જરૂર છે ના તેનાથી પ્રદુષણ થશે. 30 કિલો વજન વાળો આ તંબુ સંપૂર્ણ રીતે પોર્ટેબલ છે અને તેની અંદર 10 જવાનો રહી શકે છે. આ તંબુની અંદર ભારતીય સેનાના જવાનોને લદ્દાખની ઠંડીમાં રાત વીતાવવામાં ખુબ જ સરળતા રહેશે. આ સોલાર હીટેડ મિલિટ્રી ટેન્ટની ખાસિયત એ છે કે તે સૌર ઉર્જાની મદદથી કામ કરે છે.

Image Source

સોનમ દ્વારા મળ હાઈટ્સ એટલે કે કીચડની મદદથી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સંપૂર્ણ રીતે સોલાર એનર્જી ઉપર ચાલે છે અને જેને બહારથી ગરમ કરવા માટે ખુબ જ ઓછી ગરમીની જરૂર પડે છે. તેમના આ નવા આવિષ્કારમાં સેનાએ પણ રુચિ લેવાની શરૂ કરી. તેમના આવિષ્કારને એ બધા જ સૈનિકો માટે યોગ્ય માનવામાં આવ્યા છે જે લદ્દાખની અંદર ફરજ બજાવી રહ્યા છે.

Image Source

સોનમ વાંગચૂકે જણાવ્યું હતું કે લદ્દાખની અંદર 24 કલાક વીજળી રહેવી મુશ્કેલ છે. જેના કારણે અહીંયા ફરજ બજાવી રહેલા ઓફિસર્સ અને જવાનોને ડીઝલ, કેરોસીન કે પછી લાકડા ઉપર જ નિર્ભર રહેવું પડે છે. એવામાં આ ટેન્ટ તેમના માટે ખુબ જ અસરકારક સાબિત થશે.

સોનમ વાંગચૂકને તેમના આઈસ સ્તૂપ માટે ખુબ જ જાણીતા છે. તેમના આ આવિષ્કારને લદ્દાખનું સૌથી કારગર આવિષ્કાર માનવામાં આવે છે. ફિલ્મ “3 ઈડિયટ્સ” સોનમ વાંગચૂકને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.