કેનેડામાં ભારતીય 19 વર્ષની યુવતીનું ડરામણું મોત: લાશ સુપરસ્ટોર વોલમાર્ટના ઓવનમાંથી…જુઓ તસવીરો
કેનેડાના હેલિફેક્સમાં વોલમાર્ટ ખાતે ભારતીય યુવતી ગુરસિમરન કૌરના મોતનો મામલો ઉલજતો જઇ રહ્યો છે. સ્થાનિક પોલીસ 19 વર્ષીય ગુરસિમરનના મૃત્યુની તમામ એંગલથી તપાસ કરી રહી છે પરંતુ 19 વર્ષની છોકરી કેવી રીતે ઓવનની અંદર ગઈ તે અંગે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. એ વાતની તપાસ એ પણ ઉલજાવી દીધી છે કે મોટા ઓવનને બહારથી બંધ ના કરી શકાય.
19 વર્ષિય ગુરસિમરનની સળગેલી હાલતમાં લાશ સુપરસ્ટોર વોલમાર્ટના વોક-ઇન ઓવનની અંદર મળી. પોલિસની તપાસ અનુસાર ગુરસિમરન કૌરના સળગેલી હાલતમાં અવશેષ ગત શનિવારે સાંજે પૂર્વી કેનેડામાં નોવા સ્કોટિયાના હેલિફેક્સમાં વોલમાર્ટ બેકરી વિભાગમાં એક ઓવનની અંદર મળ્યા. આ દર્દનાક ઘટનાની ઘણી ચર્ચા છે. ગુરસિમરન તેની માતા સાથે જ વોલમાર્ટમાં કામ કરી રહી હતી.
શનિવારે સુપરસ્ટોરમાં મોડે સુધી તેને ન જોયા બાદ માતાએ તેને શોધવાનું શરૂ કર્યું અને કર્મચારીઓને પૂછ્યું. કર્મચારીઓને લાગ્યું કે ગુરસિમરન કદાચ સુપરસ્ટોરના કોઈ ભાગમાં કામ કરી રહી છે. માતાએ પુત્રીને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન કનેક્ટ થઈ શક્યો નહિ, જ્યારે ગુરસિમરનનો ફોન કનેક્ટ થયો નહિ ત્યારે માતા ઓનસાઇટ એડમિનિસ્ટ્રેટર પાસે પહોંચી. કલાકો પછી તેના સળગેલા અવશેષો બેકરીમાં વોક-ઇન ઓવનમાંથી મળી આવ્યા.
ગુરસિમરનની માતાએ વૉક-ઇન ઓવન ત્યારે ખોલ્યું જ્યારે કોઈએ તેમને ઓવનમાંથી થઇ રહેલ વિચિત્ર લીક વિશે જણાવ્યુ. ગુરસિમરનના પિતા અને ભાઈને ભારતથી લાવવા અને અંતિમ સંસ્કાર માટે આર્થિક સહાય એકત્ર કરવા માટે GoFundMe અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ માત્ર 10 કલાકમાં $50,000ના લક્ષ્યને પાર કરી ગઈ અને અત્યાર સુધીમાં $188,975થી વધુ રકમ એકત્રિત થઇ છે.