ખબર

હવે મારુતિ કંપની પણ બજારમાં લાવી રહી છે પોતાની ઇલેક્ટ્રિક કાર, જાણો નવી WagonRમાં કેવા હશે ફીચર્સ અને કેટલી છે કિંમત

પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે સામાન્ય માણસ માટે માથાનો દુખાવો બની ગયો છે. પેટ્રોલના ભાવ હવે 100 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે ત્યારે બજારની અંદર હવે ઘણી ઇલેક્ટ્રિક કાર કંપનીઓ પણ આવી રહી છે. ત્યારે હવે ભારતમાં પોતાની ઢગલાબંધ કાર વેચનારી પ્રખ્યાત કંપની મારુતિ પણ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે.

મારુતિ સુઝુકી જલ્દી જ પોતાની નવી ઇલેક્ટ્રિક WagonR બજારમાં ઉલબ્ધ કરવાની છે. મારુતિ કંપની દ્વારા હાલમાં કોઈ લોન્ચિંગ વિન્ડો નથી આપવામાં આવ્યો. એવામાં આ કાર સીધી જ ડીલર્સ પાસે પહોંચવાની છે.

તમને જણાવી દઈએ કે WagonR મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર છે. જેને કંપનીએ પોતાના ફેસબુક પેજ ઉપર શેર કરી છે. સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવેલી આ તસવીર અનુસાર ઇલેક્ટ્રિક WagonR પોતાના સીએનજી અને પેટ્રોલ વેરિએન્ટ સમાન જ છે. તો મારુતિએ તેના ફ્રન્ટ અને રિયર સાઈટમાં બ્રાન્ડિંગ કર્યું છે. આ પહેલા આ કારને ગુરુગ્રામમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી.

વાત જો આ કારની કિંમતની કરીએ તો ઓનલાઇન વેબસાઈટ ગાડીવાલા ડોટ કોમ પ્રમાણે મારુતિ પોતાની પહેલી ઇલેક્ટ્રિક હેચબેક WagonRની કિંમત લગભગ 9 લાખ રૂપિયાની આસપાસ રાખી શકે છે. જેના બાદ મારુતિ પોતાની બીજી કારના ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરી શકે છે. જેમાં સેડાન અને હેચબેક કાર સામેલ છે.

ગાડીવાલા ડોટ કોમના જણાવ્યા પ્રમાણે આ કાર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં ભારતના બજારની અંદર ઉપલબ્ધ થશે. જેના માટે કંપની તેને જલ્દી જ લોન્ચ કરવાની છે. આ કારની કિંમત વિશે હજુ મારુતિ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. છતાં પણ મારુતિ કાર ભારતીય બજારની અંદર ખુબ જ ઓછી કિંમતમાં કાર વેચવા માટે જાણીતી છે.

રિપોર્ટ પ્રમાણે WagonR Ev એકવાર ફૂલ બેટરી ચાર્જ થવા ઉપર 200 કિલોમીટરથી પણ વધારેની સફર ખેડી શકશે. સ્ટેન્ડર્ડ ચાર્જર દ્વારા આ હેચબેક કારની બેટરીને ફૂલ ચાર્જ કરવામાં લગભગ 7 કલાકનો સમય લાગવાની આશા છે. જયારે ફાસ્ટ ચાર્જર દ્વારા એક જ કલાકની અંદર બેટરીને 0થી 80 ટકા સુધી ચાર્જ થવાની વધારે આશા છે.