...
   

“ધ કાશ્મીર ફાઇલ્સ”ના શૂટિંગ દરમિયાન અનુપમ ખેરને વળગીને રડ્યા હતા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી, વીડિયો થયો વાયરલ

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વર્ષ 1990માં કાશ્મીરમાં થયેલા નરસંહાર પર આધારિત વાર્તા છે. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહારને જોઈને દર્શકોની આંખો ભીની થઈ ગઈ છે. તેની સાથે ઘણા લોકોની લાગણી જોડાયેલી છે. તેનું શૂટિંગ ફિલ્મની ટીમ માટે પણ પડકારોથી ભરેલું હતું. એવી ઘણી ક્ષણો હતી જેમાં તે આંસુ પણ રોકી શક્યા ન હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતે રડી પડ્યા હતા.

નિર્દેશકે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે એક લાંબુ કેપ્શન પણ આપ્યું છે. વીડિયોમાં અનુપમ ખેર હોસ્પિટલના પલંગ પર પડેલા છે. આ તેમનો મૃત્યુ દ્રશ્ય શૂટ કરતી વખતેનો વીડિયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિવેક તેને ગળે લગાવીને રડી રહ્યો છે. આ દરમિયાન અનુપમ ખેર પણ ભાવુક જોવા મળ્યા હતા.

વીડિયોની સાથે વિવેકે લખ્યું કે, 2004માં જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યારે હું રડ્યો નહોતો. 2008માં મારા પિતાનું અવસાન થયું ત્યારે હું રડ્યો નહોતો. પરંતુ જ્યારે મેં અનુપમ ખેર સાથે મૃત્યુનું આ દ્રશ્ય શૂટ કર્યું, ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં, આપણા કાશ્મીરી હિંદુ માતા-પિતાની પીડાની સંવેદનશીલતા એવી છે કે કોઈ પુત્ર પોતાને રોકી શકશે નહીં.

યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી છે. કેટલાક લોકો આ વીડિયોને પ્રોપેગેન્ડા પણ ગણાવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, આ બધો પ્રચાર છે. જો પુત્ર કે પુત્રી તેમના માતાપિતાના મૃત્યુ પર રડ્યા ન હોય. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે લાગણીવિહીન છે અને તેને કોઈની માટે દયા નથી. તેથી તે કોઈના માટે રડી શકે નહીં, પછી તે કાશ્મીરી પંડિત હોય કે સામાન્ય પંડિત.”

તો અન્ય એક યુઝર્સે લખ્યું, “કાશ્મીરી હિંદુઓના નરસંહારની ઘણી અકથિત વાર્તાઓ છે. ઘણા પરિવારો હજુ પણ છેલ્લા 32 વર્ષથી અનંત યાતનામાં છે. એક બીજા યુઝર્સ દ્વારા લખ્યું, “આ દર્શાવે છે કે તમે વાસ્તવિક જીવનમાં તમારા માતા-પિતાને પણ પ્રેમ નથી કરતા… પરંતુ ફિલ્મમેકિંગ દરમિયાન તમારા આંસુ આવ્યા (સ્ક્રીન માટે નકલી પ્રેમ)… બસ વાસ્તવિક દુનિયામાં પ્રેમ ફેલાવો સર… ભગવાન તમને આશીર્વાદ આપે “

Niraj Patel