વિરાટ કોહલી સાથે એમ્પાયરે કર્યો દગો ? નોટ આઉટ હોવા છતાં પણ આઉટ આપવા ઉપર મેદાનમાં જ ઝઘડી પડ્યો? જુઓ વીડિયો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ  મુંબઈના વાનખેડે મેદાનમાં રમાઈ રહી છે. વરસાદના કારણે મેચ થોડી મોડા શરૂ થઇ હતી. મેચની શરૂઆતમાં ભારતે પોતાની બઢત બનાવી લીધી હતી, પરંતુ ન્યુઝીલેન્ડના સ્પિનર એજાજ પટેલે એક પછી એક સતત 3 વિકેટ ખેરવીને વાપસી કરી લીધી.

શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાના આઉટ થયા બાદ કપ્તાન વિરાટ કોહલી ક્રિઝ ઉપર પરત ફર્યો હતો. કોહલીને ભારતના બેટિંગ સમયે 30મી ઓવરમાં એજાજ પટેલનો બોલ ઉપર ફ્રન્ટ પેડ ઉપર ગયો અને ન્યૂઝલેન્ડના ખેલાડીઓ એપિલ કર્યા બાદ મેદાનમાં રહેલા એમ્પયારે તેને આઉટ આપી દીધો.

એમ્પાયર અનિલ ચૌધરીના આંગળી ઉઠાવવા ઉપર તરત વિરાટે ડીઆરએસ લીધો. રિપ્લે દ્વારા ખબર પડી રહી હતી કે કોહલીના બેટનો કિનારો લાગ્યો છે, પરંતુ એ ઓળખ કરવી મુશ્કેલ હતી કે બોલ પહેલા પેડ ઉપર લાગ્યો કે બેટ ઉપર. ટીવી એમ્પાયર વીરેન્દ્ર શર્માએ મેદાન ઉપર રહેલા એમ્પાયરની સાથે રહીને નિર્ણય આપતા ઘણા રીપ્લાય અને અલગ અલગ એન્ગલથી જોયું. જેના બાદ મોટા પડદા ઉપર લાલ લાઈટ થઇ અને કોહલીને આઉટ આપવામાં આવ્યો. પરંતુ વિરાટ આ નિર્ણયથી ખુશ નહોતો.

નિરાશ થઈને પેવેલિયન તરફ જતા કોહલીએ મેદાનમાં એમ્પાયર સાથે વાતચીત કરી. એટલું જ નહીં ડ્રેસિંગ રૂમમાં જયારે પોતાની બાજુમાં રહેલી ટીવી સ્ક્રીન ઉપર રિપ્લે ચાલી રહ્યું હતું ત્યારે કોચ દ્રવિડ ના ચહેરા ઉપર પણ આશ્ચર્યનો પ્રભાવ હતો.  તો ચાહકો પણ એમ્પાયરના આ નિર્ણયથી ખુશ નહોતા.

Niraj Patel