અવનીત કૌરનો ફોટો લાઇક કરવા પર વિરાટ કોહલીએ આપી સ્પષ્ટતા, બોલ્યો- જાણી જોઇને નથી કર્યુ, બિનજરૂરી ધારણાઓ ના બનાવો

‘કોઇ ઇરાદો નહોતો…’ અવનીત કૌરનો ફોટો લાઇક કરવા પર વિરાટ કોહલીએ તોડી ચુપ્પી, બોલ્યો- એવું લાગે છે…

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હાલમાં IPL 2025 માં પોતાનું જોર બતાવી રહ્યો છે. ક્રિકેટ ઉપરાંત હાલમાં જ તે એક વાતને લઇને હેડલાઇન્સમાં આવી ગયો. તાજેતરમાં જ ક્રિકેટરે એક્ટ્રેસ અવનીત કૌરનો એક ગ્લેમરસ ફોટો લાઈક કર્યો, જેના પછી તે પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો. આ મામલો વધુ વકરતા વિરાટે એક પોસ્ટ કરી સ્પષ્ટતા આપી.

વિરાટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ મૂકી જેમાં લખ્યું, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા ફીડને ક્લિયર કરતી વખતે એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી કોઈ ક્રિયા-પ્રતિક્રિયા નોંધાવી છે. આ પાછળ કોઈ ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ન કરવામાં આવે. સમજવા બદલ આભાર.” જણાવી દઈએ કે વિરાટ કોહલીના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જે તેમને ફોલો કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે વિરાટે ટીવી અભિનેત્રી અવનીતના ફોટા લાઈક કર્યા, ત્યારે તે ચર્ચામાં આવી ગયો.

કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરવાનું શરૂ કરી દીધું. કોઈએ લખ્યું કે તેનો ફોન તેના બાળકો વામિકા અને અકાય પાસે હશે, જ્યારે બીજા કોઈએ લખ્યું કે દીકરા, ફોન પપ્પાને આપી દે. આ પછી, હવે ક્રિકેટરે પોસ્ટ કરીને બધું સ્પષ્ટ કરી દીધું છે. અવનીત કૌરની વાત કરીએ તો નાના પડદા પર એક જાણીતું નામ છે. તેણે ‘મેરી મા’માં કામ કરીને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. આમાં તેણે ઝિલમિલનું પાત્ર ભજવ્યું હતું. આ પછી અવનીત કોમેડી સીરિઝ ‘તેઢે હૈં પર તેરે મેરે હૈં’નો ભાગ બની.

જૂન 2012માં તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાની પાંચમી સીઝનમાં જોવા મળી હતી. આ ઉપરાંત અવનીતે ‘અલાદ્દીન’, ‘ચંદ્ર નંદિની’ સહિત ઘણા શોમાં કામ કર્યું. તે ‘ટીકુ વેડ્સ શેરુ’, ‘લવ કી એરેન્જ મેરેજ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે અવનીત કૌરનું નામ તાજેતરમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયું હતું. જો કે, હોલીવુડ રિપોર્ટર સાથે વાત કરતી વખતે શુભમને સ્પષ્ટ કર્યું હતું કે તે કોઈને ડેટ કરી રહ્યો નથી.

Previous Article

પૃથ્વી શોએ પોતાની નવી ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે! કોણ છે મિસ્ટ્રી ગર્લ? જુઓ સુંદર તસવીરો!

Next Article

રૂમમાં એકલી શું કરે છે છોકરીઓ ? પોતે જ કર્યો ખુલાસો, 9-9 હસીનાઓએ બતાવ્યો માહોલ

error: Protected Content!