પૃથ્વી શોએ પોતાની નવી ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે! કોણ છે મિસ્ટ્રી ગર્લ? જુઓ સુંદર તસવીરો!

ભારતીય ક્રિકેટરનો દબદબો હંમેશાં પોતાના ચાહકોમાં છવાયેલો રહે છે. કોઈને કોઈ કારણોસર તે અવાર નવાર ચર્ચામાં પણ રહેતા હો. છે. ભારતીય ઓપનર પૃથ્વી શો આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે પરંતુ તે કોઇના કોઇ કારણોસર સમાચારોમાં રહે છે. આ વખતે તે IPLનો ભાગ નથી છતાં હેડલાઇન્સમાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દિવસોમાં ભારતીય ઓપનર પૃથ્વી શોનું નામ એક અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ બંને મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. ત્યારે હવે પૃથ્વી શોએ આ અભિનેત્રીનો જન્મદિવસ ઉજવ્યો, જેની તસવીરો પણ સામે આવી છે.

પૃથ્વીની આ નવી ગર્લફ્રેન્ડનું નામ આકૃતિ અગ્રવાલ છે. આકૃતિ અગ્રવાલ એક અભિનેત્રી, ફેશન ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આકૃતિ અગ્રવાલે હાલમાં જ પોતાના 22માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ખાસ ડે પર, પૃથ્વી શોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આકૃતિ અગ્રવાલ સાથેનો ફોટો શેર કરીને તેને શુભેચ્છા પાઠવી હતી.

તેણે લખ્યું હતુ, ‘હેપ્પી બર્થડે આકૃતિ અગ્રવાલ.’ એટલું જ નહીં, પૃથ્વી શોએ તેની સાથે હાર્ટ ઇમોજી પણ શેર કર્યું. પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આકૃતિ અગ્રવાલનો જન્મ 2 મે 2003ના રોજ લખનઉના નવાબો શહેરમાં થયો હતો. તે હવે મુંબઈમાં રહે છે.

આકૃતિ સોશિયલ મીડિયા પર તેના ચાહકોમાં લોકપ્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ સાથે, આકૃતિની એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના 70,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ત્યાં આકૃતિ અગ્રવાલ તેની આગામી ફિલ્મ ત્રિમુખામાં જોવા મળશે. જે તેની ડેબ્યૂ ફિલ્મ હશે.

 

View this post on Instagram

 

A post shared by AKRITI AGARWAL (@akritiagarwal7)

Raina
error: Unable To Copy Protected Content!