વિરાટ અનુષ્કાએ દીકરીનું રાખ્યું આ નામ, શેર કરી દીકરીની પહેલી તસવીર, જુઓ તમે પણ

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અનુષ્કા શર્મા થોડા દિવસ પહેલાજ  માતા પિતા બની ગયા છે. હજુ સુધી તેમની દીકરીની કોઈ તસવીરો સામે આવી નથી, પરંતુ આ બધા વચ્ચે જ વિરાટ અને અનુષ્કાએ પોતાની દીકરીનું નામ જાહેર કરી દીધું છે.

સાથે દીકરીની પહેલી તસ્વીર પણ શેર કરી છે.વિરાટની પત્ની અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોતાની દીકરીની પહેલી તસ્વીર શેર કરી છે. તસ્વીરની અંદર વિરાટ અને અનુષ્કા પોતાની દીકરીને નિહાળતા જોવા મળી રહ્યા છે.

આ તસ્વીર શેર કરવાની સાથે વિરાટ અને અનુષ્કાએ પોતાની દીકરીનું નામ પણ ચાહકોને જણાવી દીધું છે.વિરાટ અને અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. વિરાટ અને અનુષ્કાની દીકરીની તસ્વીરની રાહ ચાહકો છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા હતા.

અનુષ્કા શર્મા દ્વારા આ તસ્વીર શેર કરવામાં આવવાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર તે વાયરલ થઇ ચુકી છે. અત્યાર સુધીમાં આ તસ્વીરને લાખો લાઈક પણ મળી ચુકી છે.અનુષ્કાએ શૅર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરવાની સાથે એક ખુબ જ સરસ કેપશન પણ આપ્યું છે.

અનુષ્કાએ કેપશનમાં લખ્યું છે  “અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમારા તમામનો આભાર.”

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

દીકરીના જન્મના 11 દિવસ બાદ વિરાટ અને અનુષ્કા પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી.

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. જેની જાણકારી વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા આપી હતી. વિરાટે સાથે ચાહકોને પોતાની પ્રાઇવસી વિશેની પણ વાત કરી હતી. હવે દીકરીના જન્મના 20 દિવસ બાદ સામે આવેલી પહેલી તસ્વીર ઇન્ટરનેટ ઉપર છવાઈ રહી છે.

Niraj Patel