કેમ વિરાટ અનુષ્કાએ રાખ્યુ તેમની દીકરીનું નામ “વામિકા”, જાણો અર્થ

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેમની દીકરીનું નામ વામિકા રાખ્યુ છે. તેમણે તેમની દીકરીનું નામ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર પણ કર્યુ હતું. આ સાછે જ અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Image Source

હવે ફેન્સ આ નામનો મતલબ જાણવા ઈચ્છે છે. તો, આવો તમને જણાવીએ વામિકાનો અર્થછ શું થાય છે. વામિકા નામ દેવી દુર્ગાથી સંબંધિત છે. વામિકાનો મતલબ શિવ છે, જો કે, તેનો મતલબ વ્યકિતના સ્વભાવથી સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે, વામિકા નામમાં શરૂઆતી અક્ષર વિરાટથી અને અંતિમ અક્ષર અનુષ્કાથી આવે છે.

તમને જણાવી દઇએ કે, 11 જાન્યુઆરીએ અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો હતો. વામિકા સાથે તસવીર શેર કરતા અનુષ્કાએ કેપ્શનમાં લખ્યુ હતુ કે, અમે પ્રેમ અને આભાર સાથે જીવન વિતાવ્યુ પરંતુ આ નાની વામિકાએ બધું જ બદલી દીધું. આસુ, હસી, ખુશી, ચિંતા જેવી ભાવનાઓ એક જ ક્ષમાં મહેસૂસ કરાવી દીધી. ઊંધ નથી મળી રહી પણ અમારા દિલમાં સંપૂર્ણ પ્રેમ છે, તમારા બધાના આર્શિવાદ માટે આભાર.

Shah Jina