ખબર મનોરંજન

સિદ્ધાર્થ અને કિયારાના રિસેપ્શનમાં જોવા મળ્યો કેપ્ટન બત્રાનો પરિવાર, તસવીરોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ

મુંબઈમાં યોજાયેલા સિદ્ધાર્થ અને કિયારાના ભવ્ય રિસેપ્શનમાં પહોંચ્યો કેપ્ટન વિક્રમ બત્રાનો પરિવાર, જુઓ તસવીરો

બોલીવુડના સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હવે ભવો ભવના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદથી જ આ સ્ટાર કપલ ખુબ જ ચર્ચામાં છે. તે જ્યાં પણ જાય છે ત્યાં સ્પોટ થાય છે અને તેમની તસવીરો પર પણ ચાહકો ભરપૂર પ્રેમ વરસાવે છે. આ કપલે 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરમાં રોયલ લગ્ન કર્યા હતા.

સિદ્ધાર્થ અને કિયારાએ રવિવારે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ અને બિઝનેસ જગતની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. મહેમાનોની યાદીમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાના જોડિયા ભાઈ વિશાલ બત્રા અને તેમના પરિવારનું પણ નામ સામેલ છે. બત્રા પરિવાર પણ લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો અને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તસવીરો ક્લિક કરાવી હતી.

‘શેરશાહ’ કપલ સાથે બત્રા પરિવારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં જોવા મળે છે. વિશાલ બત્રાએ ગ્રે કલરનો સૂટ પહેર્યો છે અને તેની પત્ની સાડી પહેરેલી જોવા મળી રહી છે. તસવીરોમાં બધાને એકસાથે જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.

જણાવી દઈએ કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેરશાહ’ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત હતી. કેપ્ટન વિક્રમ બત્રા ભારતીય સેનાના સૈનિક હતા જેમણે કારગીલ યુદ્ધમાં અભૂતપૂર્વ બહાદુરી બતાવીને વીરગતિ પ્રાપ્ત કરી હતી. વિક્રમ બત્રાને મરણોત્તર પરમવીર ચક્ર, ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.