ક્યારેક 12000 કરોડના માલિક હતા આ બિઝનેસમેન, આજે દીકરાને કારણે ભાડાના ઘરમાં રહેવા મજબૂર- બધી જ સંપત્તિ દીકરાને આપીને હવે પછતાઇ રહ્યા છે

પહેલા પિતાને નીકાળ્યા અને હવે પત્નીને…અરબપતિ ગૌતમ સિંઘાનિયા વિશે પિતા વિજયપત સિંઘાનિયાએ ખોલ્યા રાઝ

રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડા આ દિવસોમાં ચર્ચામાં છે. ગૌતમ સિંઘાનિયાએ સાર્વજનિક રીતે પત્ની નવાઝ મોદી સાથે છૂટાછેડાનું એલાન કરી દીધુ છે. રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા તેમની પત્ની નવાઝ મોદી સાથે લગ્નના 32 વર્ષ પછી છૂટા થઇ રહ્યા છે. આ એલાન બાદથી રેમન્ડના શેરોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છૂટાછેડા વિવાદે ગૌતમ સિંઘાનિયા સાથએ સાથે રેમન્ડની છવિને મોટો ઝટકો લાગ્યો છે, જેની અસર કંપનીના શેર પર દેખાઇ રહી છે.

વિજયપત સિંઘાનિયાએ અનેક ખુલાસા કર્યા

ગૌતમ સિંઘાનિયાના સ્વભાવને લઇને રોજ નવી ખુલાસા થઇ રહ્યા છે. પત્ની નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનયા પર મારપીટનો આરોપ લગાવ્યો તો રેમન્ડના ફાઉન્ડર અને ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપત સિંઘાનિયાએ અનેક ખુલાસા કર્યા. એક નાની ધાબળા મેન્યુફેક્ચરિંગ કંપનીને રેમન્ડ જેવી બ્રાન્ડ બનાવનાર વિજયપત સિંઘાનિયાએ પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કર્યો હતો. વિજયપત સિંઘાનિયાએ પોતાના પુત્રને બઘી જ સંપત્તિ સોંપવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતુ કે રેમન્ડની કમાન ગૌતમ સિંઘાનિયાને સોંપી એ તેમની સૌથી મોટી ભૂલ હતી.

કંપની અને ઘર બંનેમાંથી કાઢી મૂક્યા

તેમણે 2015માં રેમન્ડની બાગડોર ગૌતમને સોંપી હતી, ત્યારબાદ ગૌતમે તેમને કંપની અને ઘર બંનેમાંથી કાઢી મૂક્યા. તેમણે કહ્યુ- મારા પુત્રને બધું સોંપીને મેં મૂર્ખામીભરી ભૂલ કરી છે. વિજયપતિ સંઘાણિયાએ જે ઘર બનાવ્યું, જે કંપની તેમણે સ્થાપી, તેમના પુત્રએ તેમની પાસેથી બધું જ છીનવી લીધું. તેઓ કહે છે કે ભૂલથી મારી પાસે થોડા પૈસા બચ્યા હતા, જેનાથી હું કોઈક રીતે મારું ગુજરાન ચલાવી રહ્યો છું. નહીંતર હું રસ્તા પર આવી ગયો હોત.

પહેલા પિતાને નીકાળ્યા અને હવે પત્નીને

વિજયપત સિંઘાનિયાએ ગૌતમના સ્વભાવનો પર્દાફાશ કર્યો અને કહ્યું કે તે મને રસ્તા પર જોઈને ખુશ છે. જો તે પિતાને ઘરમાંથી કાઢી શકે તો તે તેની પત્નીને પણ કાઢી શકે છે. મને ખબર નથી કે તે બંને વચ્ચે શું થયુ છે. વિજયપત સિંઘાનિયા પહેલા જ તેમના પુત્રના વલણ વિશે વાત કરી ચૂક્યા છે. જણાવી દઈએ કે, નવાઝે ગૌતમને છૂટાછેડા આપવા માટે તેની 12 હજાર કરોડ રૂપિયાની સંપત્તિમાંથી 75 ટકા હિસ્સો માગ્યો છે. નવાઝે આ હિસ્સો પોતાની દીકરીઓ નિહારિકા અને નિસા માટે માગ્યો છે.

નવાઝે સંપત્તિમાંથી કરી 75% હિસ્સાની માગ

નવાઝે સંપત્તિમાંથી કરેલી 75 ટકા હિસ્સાની માગ અંગે વિજયપત સિંઘાનિયાએ કહ્યું, હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત છૂટાછેડા થાય તો પતિની સંપત્તિમાંથી 50 ટકા હિસ્સો પત્ની મેળવવા પાત્ર હોય છે એટલે નવાઝને આ માટે લડવાની જરૂર નહીં પડે. એક સામાન્ય વકીલ પણ તેને આ ભાગ અપાવી શકે છે. જો કે, ગૌતમ જલ્દી આપે તેવો નથી કારણકે તેનું આદર્શ વાક્ય છે, ‘બધાને ખરીદો અને બધું ખરીદો’. તેણે મારી સાથે પણ આવું જ કર્યું છે.

Shah Jina