પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રમુખ નગરની મુલાકાત લઈને થઇ ગયા અભિભૂત.. તસવીરો શેર કરીને કહી દિલની વાત.. જુઓ
અમદાવાદમાં ચાલી રહેલો પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ દેશ અને દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ મહોત્સવની મુલાકાત લેવા માટે રોજ લાખો લોકો આવી રહ્યા છે અને 600 એકર જમીનમાં બનેલા આ ભવ્ય પ્રમુખનગરની મુલાકાત લીધા બાદ લોકોના મુખેથી એક જ શબ્દ નીકળી રહ્યો છે “અદભુત”.
આ મહોત્સવની મુલાકાતે અત્યાર સુધી દિગ્ગજ કલાકારો, મોટા મોટા બિઝનેસમેનો અને રાજકીય નેતાઓ આવી ચુક્યા છે. ત્યારે હાલ જ આ મહોત્સવની મુલાકાત લેવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આવ્યા હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયામાં આ મુલાકાતની ઘણી બધી તસવીરો શેર કરી છે.
સામે આવેલી તસ્વીરોમાં વિજય રૂપાણીનું પ્રમુખ નગરમાં ભવ્ય સ્વાગત થતું જોવા મળી રહ્યું છે. સ્વામીજી દ્વારા તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. જેના બાદ વિજય રૂપાણી પ્રમુખ નગરની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. આ સફર દરમિયાન વિજય રૂપાણી સાથે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ નજર આવી રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન વિજય રૂપાણીએ ચરણ પિતૃકૃતિ પર પુષ્પાજંલી અર્પણ કરીને માથું પણ ટેકવ્યું હતું. જેના બાદ ત્યાં સ્થિત અક્ષરધામની પણ મુલાકાત લઈને બે હાથ જોડી નમન પણ કર્યું હતું. તેમણે પોતાના ફેસબુકમાં ઘણી બધી તસવીરો શેર કરી છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.
વિજય રૂપાણીએ આ તસવીરો શેર કરવાની સાથે એક સરસ કેપ્શન પણ લખ્યું છે, તેમણે લખ્યું કે, “અમદાવાદના આંગણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ વિશ્વ વંદનીય પરમ પુજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં સ્વામીનારાયણ નગરની મુલાકાત લઇ શ્રદ્ધાપુર્વક દર્શન તેમજ પુજ્ય સંતોના ભાવસભર આશીર્વાદ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયુ.”
વિજય રૂપાણીએ આગળ એમ પણ લખ્યું કે “આ પ્રસંગે આજ રોજ પુજ્ય સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાદુકાના દર્શનનો લાહવો પ્રાપ્ત થયો.” ત્યારે હવે લોકો પણ તેમની આ પોસ્ટમાં “જય સ્વામિનારાયણ”ની કોમેન્ટ પણ કરી રહ્યા છે. વિજય રૂપાણીની પ્રમુખ નગરની આ મુલાકાત તેમના માટે પણ યાદગાર બની ગઈ.