“રેમડેસિવિર”ને લઇને આ વ્યક્તિએ કરી દીધી એવી વાત કે લોકો પણ ભડકી ઉઠ્યા, જાણો

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની આ વાત કાન ખોલીને સાંભળી લ્યો

કેન્દ્ર સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને કોવિડ 19 મહામારી દરમિયાન સારવારમાં કામ આવનાર “રેમડેસિવિર”ની અછત વચ્ચે જયારે કોઇ વ્યક્તિ એવું કહી દે કે આ જાદુઇ દવા નથી તો ?…

રાઘવને ટ્વિટમાં લખ્યું કે, મારુ કહેવું છે કે આ ડ્રગ કોવિડ-19ની સારવાર નથી કરતુ. જો હોસ્પિટલમાં દાખલ છો તો માત્ર ડૉક્ટરની સલાહ પર જ આને લો. પોતાના ડૉક્ટરનું કહેવું માનો અને આને લખાવવાનું દબાણ તેના પર ન કરો. આ દવા જો સારી રીતે કામ કરે છે તો તમને હોસ્પિટલથી થોડા દિવસ પહેલા રજા મળી શકે છે, પરંતુ આ કોઇ જાદુઈ દવા નથી. ડરમાં આવીને આને ન ખરીદો.

રાઘવનના આ નિવેદન પર લોકો ભડકી ઉઠ્યા છે અને કમેન્ટ્સમાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે તેમને પૂછ્યુ કે, ડોક્ટર તેને લેવા માટે આટલા સુઝાવ કેમ કરે છે, શુ બધા ડોક્ટરો પર દબાવ છે. તેના જવાબમાં નીચે એક બીજી ટિપ્પણી આવી ગઇ અને એક યુઝરે લખ્યુ કે, ડોકટર એ માટે આ દવા લખી રહ્યા છે કે લોકો આની માંગ કરી રહ્યા છે અને તેની ઉમ્મીદ કરી રહ્યા છે.

રાઘવને એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, રેમડેસિવિર એક ડ્રગ છે, જેની એક્શન વાયરસના જીનોમ વિરૂદ્ધ લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી હતી. જ્યારબાદ જ્યારે કોરોના દર્દીની સારવારમાં ઉપયોગ કરવામાં આવી તો રિઝલ્ટ એ છે કે તે હોસ્પિટલથી થોડા પહેલા રજા અપાવવામાં મદદ કરે છે. આ એવી દવા નથી જેનાથી તમે કોરોનાથી બચી શકો છો, આ તમને સાજા કરી દેશે. તમે ડૉક્ટરની સલાહ પર લઇ શકો છો. આ કોઈ જાદુઈ સારવાર કે દવા નથી.

Shah Jina