વાયરલ

આ વ્યક્તિએ સાપ સાથે કર્યો એવો ડરામણો સ્ટન્ટ કે જોઈને તમારી પણ આંખો ફાટી જશે,બોલીવુડના ખ્યાતનમાં અભિનેતાને પણ કહેવી પડી આ વાત

આપણા દેશની અંદર ઘણા લોકો જુગાડ કરતા હોય છે, તો ઘણા લોકો એવા એવા સ્ટન્ટ કરે છે કે તે જોઈને આપણી પણ આખો પહોળી રહી જાય, સોશિયલ મીડિયામાં આવા જુગાડ અને સ્ટન્ટના ઘણા વીડિયો પણ વાયરલ થતા આપણે જોઈએ છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે એવો સ્ટન્ટ તમે ભાગ્યે જ કદાચ જોયો હશે.

સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ રહેલા આ વીડિયોને કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ બોલીવુડના ખ્યાતનામ અભિનેતા વિદ્યુત જામવાલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર 2 જુલાઈના રોજ શેર કર્યો હતો.  આ વીડિયો કાચા પોચા હૃદય વાળા માટે નથી. કારણ કે આ વ્યક્તિ જે કરી રહ્યો છે તે ખુબ જ ડરામણું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક સાપને લે છે, અને પછી તે સાપને પોતાના નાકની અંદર નાખે છે. આ દરમિયાન સાપ પણ તડફડિયા મારે છે, પરંતુ પછી તે વ્યક્તિ સાપનું મોઢું પોતાના મોઢામાં આંગળીઓ નાખીને પકડે છે અને સાપને બહાર કાઢે છે, નાકમાંથી નાખેલો સાપ તે વ્યક્તિ મોઢા દ્વારા બહાર કાઢે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

વિદ્યુતે આ વીડિયો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે, “આઈ લવ માય ઇન્ડિયા”. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અત્યારસુધી આ વીડિયોને લાખો લોકોએ પણ જોઈ લીધો છે. તો ઘણા લોકો આ વીડિયોની આલોચના પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મનોરંજન માટે પ્રાણીઓનો ઉપયોગ ના થવો જોઈએ. આ રીતે તેમને પણ તકલીફ પહોંચે છે.