સુંદર સુંદર આ યુવતિઓ યુવક અને યુવતિઓને ભોંયરામાં બોલાવતી અને પછી એવું એવું કામ કરાવતી જાણીને જ ચોંકી જશો

હાલમાં તો જયાં જુઓ તો ડ્રગ્સની જ બોલબાલા છે. બોલિવુડના ગલિયારા સહિત ગુજરાતમાં હવે છેલ્લા થોડા સમયથી જયાં જુઓ ત્યાં ડ્રગ્સ ડ્રગ્સ અને ડ્રગ્સ… થોડા સમય પહેલા જ ગુજરાતમાંથી જથ્થાબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ગુજરાત હવે ડ્રગ્સનું હબ બન્યુ હોવાની ચર્ચા છે અને આ બધા વચ્ચે સંસ્કારી નગરી વડોદરામાંથી ખૂબ જ ચોંકાવનારી ખબર સામે આવી છે. યુવાધનને બરબાદ કરતા 4 યુવક અને યુવતિઓના એક ગ્રુપને નાર્કોટિક્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ લોકોએ વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં ઘણા યુવકો અને યુવતિઓને ડ્રગ્સ સપ્લાય કરી અને આવા કામમાં ધકેલાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ રાજયોમાં ડ્રગ્સ ઝડપાઇ રહ્યુ છે અને આ હજી પણ યથાવત છે. વડોદરા પોલિસની પીસીબી શાખાના પીઆઇને માહિતી મળી હતી કે ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવિસ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં શાકીબ અને મોહસીના મુન્સી કે જેઓ ભાઇ બહેન છે તેઓ ચરસ અને ગાંજો રાખી યુવાનોને વેચે છે અને આ માહિતીને પગલે પોલિસે દરોડો પાડ્યો હતો અને તે બાદ પૂછપરછ કરતા તેઓ એક વર્ષથી નશાનો વેપલો કરતા હોવાનું અને આ ચરસ-ગાંજો આણંદના ચકલાસીના દિલીપ કાકા પાસેથી લાવતા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

વડોદરાના યુવાધનને બરબાદ કરવાના આ ષડયંત્રમાં પોલિસે બંને ભાઇ બહેન સાથે સાથે માંજલપુરનાં મિત ઠક્કર અને પાણીગેટ રોડ વિસ્તારની નૂપુર સહગલ સહિત ચારેય યુવક યુવતીઓની ધરપકડ કરી છે. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ ચારેય ઘણા શિક્ષિત છે અને અત્યાર સુધી તેઓ પાસેથી ઘણા યુવક અને યુવતિઓ ચરસ ગાંજાની પકીડીઓ લઇ ચૂક્યા છે.

પોલિસ હાલ તો હવે તેમના મોબાઇલ તપાસી રહી છે અને વોટ્સએપ ચેટના આધારે તેમજ કોલ ડિટેલને આધારે તેમના પાસેથી આવી વસ્તુ લઇ જનારની શોધ કરી રહી છે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પોલિસનું આ બાબતે એવું માનવુ છે કે, આ ગ્રુપ વડોદરામાં નશાનું મોટુ નેટવર્ક ધરાવે છે. જોકે, તપાસમાં એ સામે આવ્યુ છે કે, રોજના લગભગ 20 જેટલા યુવક-યુવતિઓ તેેમના પાસેથી પકીડીઓ લઇ જતા હતા. પોલિસે તેમની પાસેથી 562.18 ગ્રામ ગાંજો,10.25 ગ્રામ ચરસ, ત્રણ એક્ટિવા, રોકડ વગેરે માલ કબ્જે કર્યો છે.

Shah Jina