એક છોકરીને આગળ અને બીજી છોકરીને પાછળ બેસાડીને રસ્તા પર દિલધડક સ્ટન્ટ કરી રહેલા યુવકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આવી હરકતમાં, કરી આ કાર્યવાહી

બે છોકરીને બાઈક પર બેસાડીને સ્ટન્ટ કરવું યુવકને પડ્યું ભારે, ધરપકડ કરીને કર્યા એવા હાલ કે… જુઓ વીડિયો

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા સ્ટન્ટ કરીને પોતાની સાથે બીજાનો પણ જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે માત્ર યુવકો જ નહિ આજના સમયમાં યુવતીઓ પણ આવા કામોમાં ખુબ જ આગળ જોવા મળે છે. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા પોલીસ પણ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતી હોય છે.

ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો હતો. જેમાં બે યુવતીઓને બાઈક પર બેસાડીને એક યુવક રોડ પર દિલધડક સ્ટન્ટ કરતો હોવા મળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી અને યુવકની ધરપકડ કરી લીધી. યુવકની ધરપકડ બાદ સામે આવ્યું કે આ યુવક એક હિસ્ટ્રી શીટર છે અને તેના વિરુદ્ધ એન્ટોપ હિલ અને વડાલા ટીટી પોલીસમાં પણ કેસ નોંધાઈ ચુક્યો છે.

પોલીસ હજુ આ મામલામાં બંને યુવતીઓની તપાસ કરી રહી છે. રવિવારના રોજ પોલીસે યુવકની ધરપકડ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સામાજિક કાર્યકર્તા મુશ્તાક અંસારીએ આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો. તેમણે પોથોલ વોરિયર્સ નામના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કરીને મુંબઈ ટ્રાફિક પોલીસને ટેગ કર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મુંબઈ પોલીસે કહ્યું, “પોલીસે ફયાઝ કાદરી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેનો બે યુવતીઓ સાથે બાઇક પર કરેલા સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. BKC પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.” વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી કઈ રીતે હાઈ સ્પીડમાં બાઇક ચલાવીને સ્ટંટ કરી રહ્યો છે. એક છોકરી તેની સામે બેઠી છે, જ્યારે બીજી છોકરી પાછળ બેઠી છે. આ સાથે એક ફિલ્મનો ડાયલોગ સંભળાય છે.

ઘટનાની જાણ થતાં જ શુક્રવારે ટ્રાફિક પોલીસે સત્તાવાર રીતે BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં ઝોન 8ના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આરોપીની ઓળખ વડાલાના રહેવાસી 24 વર્ષીય ફયાઝ અહેમદ અઝીમુલ્લાહ કાદરી તરીકે થઈ છે. તેમણે કહ્યું, ‘તેની સામે વડાલા ટ્રક ટર્મિનલ પોલીસ સ્ટેશન અને એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયેલા છે. પોલીસના હાથે પકડાઈ ન જાય તે માટે તે પોતાના ઘરનું સરનામું બદલી રહ્યો હતો. હવે પોલીસે તેની હાલના સરનામું સાકીનાકા પરથી ધરપકડ કરી છે.

Niraj Patel