નાની બાળકીના માતા પિતા લઇ રહ્યા તેની તસવીર, પાછળથી વાઘે મારી એવી જોરદાર તરાપ કે વીડિયો થયો વાયરલ, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયો ઉપર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, તો ઘણા વીડિયોની અંદર ઘણી એવી ઘટનાઓ પણ કેદ થઇ જાય છે જેની આપણે પણ કલ્પના ના કરી હોય. ખાસ કરીને પ્રાણીઓ સાથે જોડાયેલી ઘટનાઓ ખુબ જ વાયરલ થાય છે. ઘણા લોકો જંગલ સફારી કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ જોવા જાય છે ત્યાં તેમની સાથે ઘણીવાર એવી બનતું હોય છે કે તેના વીડિયો જોઈને આપણા હોશ પણ ઉડી જાય.

જ્યારે માતા-પિતા તેમના બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાય છે, ત્યારે તેઓ તેમના સુંદર અને મસ્ત ફોટો લેવાની તક ગુમાવતા નથી ! કેટલાક માતા-પિતા ખૂબ સર્જનાત્મક પણ હોય છે. તેઓ એ રીતે ફોટા પાડવાનો પ્રયાસ કરે છે કે જંગલી પ્રાણી તેમના બાળકની નજીક દેખાય. આને લગતો એક ચોંકાવનારો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે એક છોકરીનો ફોટો લેવામાં આવી રહ્યો છે જ્યારે બેકગ્રાઉન્ડમાં બે વાઘમાંથી એક તેની તરફ કૂદકો મારે છે.

આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદા દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું- પ્રાણીઓ સાથે સેલ્ફી જીવલેણ બની શકે છે! કાચની દીવાલને કારણે નિર્દોષ બાળકને કોઈ નુકસાન થયું ન હતું તે રાહતની વાત છે. પરંતુ દરેક જણ તેના જેટલા નસીબદાર નહીં હોય. યાદ રાખો, તમારા કેટલાક યાદગાર ફોટાઓ માટે… ઘણા જંગલી પ્રાણીઓ વાડામાં પોતાનું જીવન જીવી રહ્યા છે.

આ વીડિયો માત્ર 4 સેકન્ડનો છે, જેમાં જોઈ શકીએ છીએ કે એક બાળક ફોટોગ્રાફ લઈ રહ્યું છે, જેને દૂર ઉભેલા વાઘ જોઈ રહ્યા છે. તેની અને બાળક વચ્ચે પાણી અને કાચની દિવાલ છે. જો કે, વાઘ કાચની દિવાલથી અજાણ હોવાનું જણાય છે. ત્યારે તેમાંથી એક જોરથી કૂદીને છોકરી તરફ કૂદકો મારે છે. પરંતુ કાચ સાથે અથડાતા તે સીધો પાણીમાં પડી જાય છે. પરંતુ આ સમગ્ર ઘટનાથી બાળકી ગભરાઈ જાય છે અને પોતાના પરિવાર પાસે ભાગી જાય છે.

Niraj Patel