CSKની જીત પર હક્કા બક્કા રહી ગયા વિક્કી કૌશલ-સારા અલી ખાન, સ્ટેડિયમમાં કૂદી કૂદીને મનાવી ખુશી- જુઓ વીડિયો

ચેન્નાઇની જીત બાદ ખુશીથી ઉછળી પડ્યા બોલિવુડ સેલેબ્સ વિક્કી કૌશલ અને સારા અલી ખાન- જુઓ વીડિયો

Vicky Kaushal-Sara Ali Khan celebration : બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિક્કી કૌશલ હાલમાં તેમની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, બંને સ્ટાર્સ ફિલ્મને હિટ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ગઈકાલે એટલે કે 29 મેના રોજ સારા અલી ખાન અને વિક્કી કૌશલ IPL 2023ની ફાઈનલ મેચ જોવા માટે આવ્યા હતા.

આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ હતી. જો કે આ મેચ 28 મેના રોજ યોજાવાની હતી પરંતુ વરસાદના કારણે મેચ રિઝર્વ ડે પર રાખવામાં આવી હતી. આ મેચનું પરિણામ સામે આવ્યું, જે બાદ સારા અલી ખાન અને વિક્કી કૌશલનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિક્કી કૌશલ અને સારા અલી ખાન CSKના જીત્યા બાદ ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે વિક્કી કૌશલ અને સારા અલી ખાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. ગુજરાતની ઈનિંગ બાદ જ્યારે CSKની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે વરસાદ વરસ્યો હતો, પરંતુ ફાઈનલ માટે બંને કલાકારોના જુસ્સાની ખાસ વાત એ હતી કે તેઓએ વરસાદ હોવા છતાં આખી મેચ નિહાળી હતી.આ સમગ્ર મેચમાં બંને કલાકારોએ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.

બંનેએ આ મેચને ખૂબ એન્જોય કરી હતી. મેચ દરમિયાન એવા ઘણા વીડિયો વાયરલ થયા હતા જેમાં સારા અને વિક્કી સ્ટેન્ડમાં બેસીને ખેલાડીઓને ચીયર કરતા જોવા મળ્યા હતા. વરસાદ બંધ થયા બાદ ધોનીની ટીમને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ધમાકેદાર ઇનિંગ રમી અને બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી જોવા મળી. ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી, ચાહકોના ચહેરા પર નિરાશા હતી,

પરંતુ તેઓ ઉત્સાહિત પણ હતા. આ દરમિયાન છેલ્લી ઓવરના ચાર બોલમાં માત્ર ત્રણ રન જ બની શક્યા પણ રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર શાનદાર શોટ રમ્યો અને સિક્સર ફટકારી. આ દરમિયાન પણ વિક્કી અને સારાની પ્રતિક્રિયા જોવા જેવી હતી. આ પછી જ્યારે જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને IPLનું પાંચમું ટાઇટલ જીતાવ્યુ ત્યારે નજારો જોવા જેવો હતો. આખું સ્ટેડિયમ ધોની-ધોનીના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને સ્ટેડિયમમાં હાજર વિક્કી અને સારાએ પણ ઉત્સાહ વધાર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina