બ્રેકીંગ: કહાની ઘર ઘર કી ની અભિનેત્રી નથી રહ્યા, 70 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

આજે સાંજે જ સમાચાર આવ્યા કે 20 વર્ષની ટીવીની ફેમસ એક્ટ્રેસ તુનિશા શર્માએ આત્મહત્યાનો કરી છે અને હજુ એક ખરાબ સંચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેત્રી રચિતા કોચરનું આજે 70 વર્ષની વયે નિધન થયું છે. આ એક્ટ્રેસે આજે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા છે જેના પગલે પરિવારમાં અને બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

આ ડેથ ન્યુઝ અભિનેત્રીની ભત્રીજી નુપુર કંપાણીએ આપ્યા છે જેમણે જણાવ્યું કે, રચિતા કોચરને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો બલ્કે તે વધુ ખરાબ થઈ ગઈ હતી જે બાદ તેમનું નિધન થયું છે.

નુપુર કંપાણીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અભિનેત્રી રજિતા કોચરને સપ્ટેમ્બર 2021માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. આ કારણે તેઓ પેરાલિસિસ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની હેલ્થમાં સુધારો જોવા મળી રહ્યો હતો, પણ 20 ડિસેમ્બરે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના પગલે તેમને તરત જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેઓની હેલ્થ વધુ ખરાબ થઈ ગઈ જેના લીધે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને બાદમાં તેમણે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

YC