શુક્રની શનિની રાશિ કુંભમાં એન્ટ્રી, આ 4 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ- જાણો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રએ 7 માર્ચે શનિની કુંભમાં પ્રવેશ કર્યો. શુક્રનો પ્રવેશ થતાં કેટલીક રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થઈ ગઇ છે. 7 માર્ચે સવારે 10:33 વાગ્યે શુક્રએ શનિની રાશિ કુંભમાં એન્ટ્રી કરી હતી. ત્યારે 4 રાશિ એવી છે જેમના જીવનમાં ધન, સંપત્તિ અને પ્રેમનો વરસાદ થશે.

મેષ : મેષ રાશિના લોકોને કુંભ રાશિમાં શુક્રના પ્રવેશથી શુભ ફળ પ્રાપ્ત થશે, આ સમય શાનદાર સાબિત થશે. કારકિર્દીમાં ઉન્નતી અને પદોન્નતી થશે. તેમજ કાર્યસ્થળ પર અનુકૂળ પરિણામ જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યવસાય સંબંધિત કાર્યોમાં લાભ થશે.

વૃષભ : શુક્ર ગોચર આ રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે. કરિયરમાં લાભ થવા સાથે સાથે સમાજમાં નામના વધશે. જીવનમાં નવી તકો પ્રાપ્ત થશે અને સહકારીઓ સાથે સંબંધો સુધરશે.

કર્ક : આ રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે. કારકિર્દીમાં સફળતા મળશે, નવા વિચારો સફળતાનું કારણ બનશે. કારકિર્દીમાં પ્રગતિ થશે.

સિંહ : શુક્રનું ગોચર આ રાશિના લોકો માટે લાભકારી રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવા સાથે સાથે નવા કામની શરૂઆત પણ થઇ શકે છે. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજ્જુરોક્સ તેની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina