ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વેંકટેશ ઐય્યરે આ અભિનેત્રીની તસવીર પર કરી ક્યુટ કમેન્ટ, બંનેની ચેટ થઇ વાયરલ

ક્રિકેટરના કેવા નસીબ હોય એ જોઈ લો…ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વેંકટેશ ઐય્યરે આ અભિનેત્રીની તસવીર પર કરી ક્યુટ કમેન્ટ, બંનેની ચેટ થઇ વાયરલ

IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સારી રમત બતાવી રહી છે. KKRએ આ સિઝનમાં 3 મેચ રમી છે અને 2 મેચ જીતી છે. એક તરફ ટીમ પોતાની રમતથી હેડલાઈન્સ બનાવી રહી છે તો બીજી તરફ ટીમનો ઘાતક ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર પણ અચાનક સમાચારમાં આવી ગયો છે. વેંકટેશ અય્યર અને દક્ષિણ ભારતીય અભિનેત્રી વચ્ચેની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ખેલાડી વેંકટેશ અય્યર અને તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને ધમાલ કરનાર દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રિયંકા જવાલકરની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જો કે વેંકટેશ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ તેણે તેલુગુ એક્ટ્રેસ પ્રિયંકા જવાલકરની એક પોસ્ટ પર કોમેન્ટ કરતાની સાથે જ આ કોમેન્ટ વાયરલ થઈ ગઈ છે. વાસ્તવમાં પ્રિયંકા જવાલકરે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેના પર વેંકટેશ અય્યરે ક્યૂટ કમેન્ટ કરી હતી. આ પછી પ્રિયંકાએ પણ જવાબ આપ્યો અને લખ્યું કોણ? તમે? બંનેની આ ચેટ હેડલાઈન્સ બનાવી રહી છે.ફેન્સ સોશિયલ મીડિયા પર આ ચેટનો સતત આનંદ લઈ રહ્યા છે.

વેંકટેશની કમેન્ટને 10 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને 2000થી વધુ લોકોએ આ કોમેન્ટ પર કોમેન્ટ કરી છે. પ્રિયંકા અત્યાર સુધીમાં ચાર તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા જવાલકર સાઉથની પ્રખ્યાત અભિનેત્રી છે. તે ટેક્સીવાલા, કાલા વર્મ આયે સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. પ્રિયંકાએ સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા સાથે પણ કામ કર્યું છે.

પ્રિયંકાના ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ ફેન ફોલોઈંગ છે અને તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ છે. પ્રિયંકા તેના ફેન્સ માટે સતત નવી તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. પ્રિયંકા જવાલકરે 2017માં અભિનયની શરૂઆત કરી હતી. અય્યરની કમેન્ટ પરથી બંને વચ્ચે કંઇક રંધાઇ રહ્યુ હોવાની ચર્ચા ચાલી રહી છે અને પ્રિયંકાના જવાબે તેને વધુ હવા આપી છે. વેંકટેશ અય્યરની વાત કરીએ તો તે હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે.

જોકે આ સિઝનમાં અત્યાર સુધી તે ફ્લોપ સાબિત થયો છે. વેંકટેશે ત્રણ ઇનિંગ્સમાં માત્ર 16, 10 અને 3 રન બનાવ્યા છે. આ વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સે વેંકટેશને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. વેંકટેશ અય્યરે છેલ્લી IPLમાં UAEમાં રમાયેલી 10 ઇનિંગ્સમાં ધમાલ મચાવી હતી. વેંકટેશ અય્યરે માત્ર 10 ઇનિંગ્સમાં 370 રન બનાવીને પ્રભુત્વ જમાવ્યું હતું. જે બાદ તેને ટીમ ઈન્ડિયામાં પણ બોલાવવામાં આવ્યો અને તેણે T20માં વનડે ડેબ્યૂ કર્યું.

Shah Jina