મોરબીની દુર્ઘટનામાં નિરાધાર થયેલા બાળકો માટે સુરતના આ ઉદ્યોગપતિ કરશે એવું જબરદસ્ત કામ કે તમે પણ જાણીને કરશો તેમને સલામ…, જુઓ વીડિયો

આને કહેવાય ખરા ગુજરાતીની માનવતા સાહેબ.. જેવા જ બ્રિજ તૂટવાના સમાચાર સાંભળ્યા સુરતના આ ઉદ્યોગપતિએ કે તરત કરી દીધી મોટી જાહેરાત, જુઓ શું કહ્યું ?

મોરબીમાં થયેલી હોનારતથી આખા ગુજરાતની આંખો હજુ પણ ભીની છે. આ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જેમાં ઘણા બાળકો પણ સામેલ હતા, તો ઘણા પરિવારોમાં બાળકો નિરાધાર પણ બન્યા છે, ત્યારે આવા નિરાધાર બનેલા બાળકોની મદદે સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા આવ્યા છે.

વસંત ગજેરાનો એક વીડિયો આ ઘટના બાદથી ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મોરીબીમાં થયેલી આ હોનારત પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા જોવા મળે છે અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે,.આ સાથે જ તેમણે એક ખુબ જ મહત્વની જાહેરાત પણ કરી છે જેના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.

વસંત ગજેરાએ પોતાની જાહેરાતમાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર બન્યા છે, અનાથ બન્યા છે તેમની તમામ જાબદારી તે ઉપાડશે. તેમણે જણાવ્યું કે તેમની વાત્સ્યલ્ય ધામ સંસ્થામાં આવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે, અને જ્યાં સુધી તે પોતાના પગપર ઉભા ના થાય ત્યાં સુધી તેમને સાચવવાની જવાબદારી લેવામાં આવશે.

તેમણે એમ પણ જણાવ્યું કે તેમની વાત્સ્યલ્ય ધામ સંસ્થામાં હાલ 700 જેટલા બાળકો ભણે છે તો કોઈપણ જ્ઞાતિના બાળકો હોય અમે તેમને સ્વીકારીશું. તેને પ્રેમ આપીશું, શિક્ષણ આપીશું, વાત્સલ્ય આપીશું.જેને માતા પિતા નથી તેમને માતા પિતાનો પ્રેમ આપીશું. એવું અમારી સંસ્થા વિચારી રહી છે. વસંત ગજેરાના આ માનવીય કાર્યની લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે અને તેમને વંદન પણ કરી રહ્યા છે.

Niraj Patel