અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં આવનાર મહેમાનોને એરપોર્ટથી લાવવા માટે મર્સિડીઝ કારને ‘વનતારા’ ડિઝાઇનમાં સજાવવામાં આવી- જુઓ વીડિયો

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં સ્ટાર્સનો જમાવડો, વનતારાની ડિઝાઈનવાળી મર્સિડીઝ કારનો કાફલો એરપોર્ટ પર

એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણી નાના પુત્ર અનંત અંબાણી બિઝનેસમેન વિરેન મર્ચન્ટ-શેલા મર્ચન્ટની દીકરી રાધિકા સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે.

આમ તો કપલના લગ્ન 12 જુલાઇના રોજ મુંબઇમાં થવાના અહેવાલ છે પરંતુ આ પહેલા ગુજરાતના જામનગરમાં 1થી3 માર્ચ દરમિયાન પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાના છે અને આ માટે દેશ અને દુનિયાના બિઝનેસમેન, હોલીવુડ અને બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે.

જામનગરની મોટી-મોટી હોટલો અને રિસોર્ટ બુક થઈ ગયા છે. આ ઉપરાંત જામનગર એરપોર્ટને પણ મહેમાનોના સ્વાગત માટે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મહેમાનોને એરપોર્ટથી રિલાયન્સ ટાઉનશીપ અને અન્ય હોટલો-રિસોર્ટમાં મૂકવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તૈનાત કરાયેલી મર્સિડીઝ કારને ‘વનતારા’ ડિઝાઈનમાં સજાવવામાં આવી છે.

જણાવી દઇએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને પ્રાણી કલ્યાણ માટે ‘વનતારા’ (સ્ટાર ઓફ ધ ફોરેસ્ટ) કાર્યક્રમ શરૂ કર્યો છે. અનંત અંબાણીની આગેવાની હેઠળની વનતારા પહેલનો ઉદ્દેશ્ય ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં ઘાયલ અને લુપ્ત થઇ રહેલ પ્રાણીઓને બચાવવાનો અને તેમની સારવાર કરવાનો તેમજ સંભાળ અને પુનર્વાસ કરવાનો છે. જામનગર નજીક વનતારા પ્રાણી સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina