છોકરીઓએ ‘વંશિકા’નો ઓડિયો રેકોર્ડ કરીને સીમ્પતી મળેવી લીધી, હવે બિચારા આકાશનો પણ જવાબ સાંભળો છોકરીઓ… છોકરાઓ દરેક વખતે ખોટા નથી હોતા…

હું 20 વાળા મોમોઝ ખાઉં છું અને એ…વંશિકાની બ્રેકઅપ સ્ટોરી પર બોયફ્રેન્ડનો જવાબ વાયરલ

આજે ઇન્ટરનેટ પર કોઈપણ ઘટના વાયરલ થતાં જરા પણ વાર નથી લાગતી, બસ એ ઘટનામાં કંઈક નવીનતા હોવી જોઈએ. ભલે પછી એ કોઈ વીડિયો હોય કે કોઈનો ઓડિયો, રાતો રાત વાયરલ થઇ જાય છે. થોડા દિવસથી ઇન્ટરનેટ પર એવા જ એક ઓડિયોએ હાહાકાર મચાવી દીધો છે, જેમાં પહેલા એક ઓડિયોમાં વંશિકા નામની યુવતી પોતાની વાત જણાવે છે તો બીજા વીડિયોમાં તેનો બોયફ્રેન્ડ આકાશ તેનો પક્ષ જણાવે છે.

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ બંને ઓડિયોના વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયા, જેમાં પહેલા ઓડિયોમાં વંશિકાની વાત સાંભળીને કેટલાક લોકો તેને સહાનુભૂતિ આપતા જોવા મળ્યા હતા. જેના થોડા જ સમય બાદ તેના બોયફ્રેન્ડ આકાશનો પણ એક ઓડિયો સામે આવ્યો. જેમાં તે પોતાની દિલની વાત કહેતો જોવા મળ્યો હતો. આ બંને ઓડિયો સાંભળ્યા બાદ તેમના બ્રેકઅપ અંગે શું કહેવું કોઈને કઈ સમજાઈ રહ્યું નહોતું.

વંશિકાના ઓડિયોમાં તે કહી રહી છે કે, “તેણે આકાશ માટે મોંઘી હાઈ હીલ્સ ખરીદી હતી. વેચાણની રાહ પણ જોઈ ન હતી. તેના અફેરમાં ફૂટબોલ જોવાનું શરૂ કર્યું. જો કે, ફૂટબોલ સમજાતું નહોતું પણ છતાં જોતી હતી.” આટલું જ નહીં, વંશિકાએ એમ પણ કહ્યું હતું  “મેં થ્રેડીંગ કરાવ્યું, વેક્સિંગ કરાવ્યું. મને એટલું દુખ્યું હતું કે મેં પાર્લરની મહિલા સામે ચીસો પાડી, પણ માણસ (આકાશ)ની હિંમત જુઓ, તેણે મને ગંભીરતાથી ન લીધી. કહે છે કે મને સંબંધ વિશે ખાતરી નથી, આપણે બ્રેક લેવો જોઈએ.”

નવા વીડિયોમાં ‘વંશિકા’ની જેમ ‘આકાશ’ પણ તેના મિત્ર સાથે બ્રેકઅપ વિશે વાત કરી રહ્યો છે. આકાશ કહે છે  “આ છોકરી આખી દુનિયાને શું કહી રહી છે. જો તેની પાછળ છોકરાઓની લાઈન હતી તો કરીના કપૂર બનીને બધાને રિજેક્ટ કરવાની શું જરૂર હતી. જો કોઈ વ્યક્તિ બે મહિનાના સંબંધ માટે લગ્નની તૈયારી કરે તો મારે શું કરવું જોઈએ ?  ખાણી-પીણી વિશે વાત કરતા આકાશ કહે છે  “હું 20 રૂપિયાના સ્ટ્રીટ મોમોઝ ખાઉં છું, પરંતુ તે 500 રૂપિયાનું બિલ ભરાવે છે અને પૈસા બચાવવાની વાત કરે છે. આ તો હદ છે, બ્રેકઅપ તો થવાનું જ હતું.”

આ બંનેના આ બ્રેકઅપના ઓડિયોને લઈને હવે ઘણા લોકો મીમ પણ બનાવી રહ્યા છે. તો ઘણા લોકો આ વીડિયોને સ્ક્રિપ્ટેડ જણાવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ સમગ્ર વાર્તાલાપ સ્ક્રિપ્ટેડ છે અને તેને માર્કેટિંગ હેતુ માટે ઈ-કોમર્સ વેબસાઈટ મિન્ત્રા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ વાયરલ વીડિયોને મિન્ત્રા દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે, “વંશિકા તું ક્યાં છે ? અમારો સેલ શરૂ થઇ ગયો છે. પોતાની જાતને શોધવામાં અમારી મદદ કરો.”

Niraj Patel