ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમની દીકરી વામિકાને લઇને ઘણા પ્રોટેક્ટિવ રહે છે. તેઓએ હજી સુધી તેમની દીકરી વામિકાનો ચહેરો નથી બતાવ્યો. તેમણે મીડિયા મેનને પણ દીકરીની પ્રાઇવસી રાખવા માટે અપીલ કરી છે. સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની સૌથી સુંદર તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો વિરાટ કોહલીની પુત્રી વામિકા અને પત્ની અનુષ્કા શર્માની છે.
સ્ટેડિયમમાંથી વિરાટ કોહલીને ચીયર કરતા વામિકા અને અનુષ્કાની આ તસવીર જોઈને દરેક લોકો દિલ ખોલી લાઇક રહ્યા છે. વામિકા અને અનુષ્કા શર્મા પહેલીવાર સ્ટેડિયમમાં આ સ્ટાઈલમાં જોવા મળ્યા છે. અનુષ્કા શર્માએ સૌને વિનંતી કરી છે કે તે પોતાની દીકરીના ચહેરાની તસવીરો સોશિયલ પર શેર ન કરે. મીડિયા આવી સ્થિતિમાં વામિકાના ચહેરા પર ઇમોજી લગાવવામાં આવ્યુ છે.
મમ્મી અનુષ્કા શર્મા સાથે પપ્પા વિરાટ કોહલી માટે તાળીઓ પાડતી અને ચીયર કરતી વામિકાની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ અગાઉ જ્યારે વિરાટ અનુષ્કા અને દીકરી સાથે નીકળ્યો હતો ત્યારે પેપરાજીએ પણ વામિકાની તસવીરો ક્લિક કરી હતી પરંતુ વિરાટ કોહલીએ બધાને વિનંતી કરી હતી કે દીકરીની તસવીરો ક્લિક ન કરો અને પ્રાઇવસી જાળવો.
દરેક વ્યક્તિ વામિકાની પહેલી ઝલકની રાહ જોઈ રહ્યા છે પરંતુ વિરાટ અનુષ્કા અત્યારે પોતાની દીકરીનો ચહેરો બતાવવા માગતો નથી. અનુષ્કા શર્મા હંમેશા પોતાની દીકરી માટે ખૂબ જ પ્રોટેક્ટિવ રહે છે.
View this post on Instagram