Reelsના રવાડે યુવાનિયાઓ ! વલસાડમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવાને સળગતું રોકેટ મોઢામાં પછી જુઓ શું થયું

આજ કાલ તો યુવાનિયાઓને સોશિયલ મીડિયાનું એટલું ઘેલુ લાગ્યુ છે કે, તેઓ ફેમસ થવા માટે કંઇ પણ કરી છૂટતા હોય છે. આજના યંગસ્ટર્સ માટે તો સો.મીડિયા જ મહત્વનું બન્યુ છે. તેઓ ફેમસ થવા એ હદે જાય છે કે જોઇ આપણે પણ ચોંકી જઇએ છીએ. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક મોઢામાં રોકેટ રાખી ફોડી રહ્યો છે. આ વીડિયો વલસાડના સિટી પેલેસ નજીકનો જણાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે લોકો જાત-જાતના અખતરા કરી રહ્યા છે, ત્યારે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. વીડિયોમાં ત્રણ યુવક જોવા મળી રહ્યા છે. એક યુવકે રોકેટ મોઢામાં રાખ્યુ છે જ્યારે અન્ય રોકેટને સળગાવી રહ્યા છે અને પછી રોકેટ સળગતા જ યુવક જોખમી રીતે મોઢામાં રોકેટ મૂકી રોડ પર દોટ મૂકે છે. 

આ વીડિયો વાયરલ થતા જ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આવી રીતે સ્ટંટ કરવું એ જોખમ છે. અનેક લોકો જીવના જોખમે અખતરા કરીને રીલ્સ બનાવી રહ્યાં છે. ત્યારે વલસાડ પોલીસે હાલ તો આ યુવકની શોધખોળ હાથ ધરી છે. જણાવી દઇએ કે, દીવાળી પર રાત્રે જાહેર રોડ પર ફટાકડા ફોડી 

અમદાવાદના સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકોને અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું. જાહેર રોડ લોકોના જીવ જોખમમાં મુકી ફટાકડા ફોડતા હોવાનો વીડિયો વાયરલ થતા જ પોલિસ એક્શનમાં આવી ગઇ હતી અને તોફાન મચાવનારા યુવકોની જાહેરમાં સરભરા કરી હતી. 

 

Shah Jina