વડોદરાના અત્યુક્તે અમિતાબ બચ્ચન સાથે જીત્યા કરોડો ભારતીયોના દિલ, KBCમાંથી જીત્યો અધધધ લાખ રૂપિયા, પૈસાનું જે કરશે એ જાણીને તો તમને પણ ગૌરવ થશે ! જુઓ
Vadodara’s child reaches KBC : ટીવી પર દર્શકોનો મનગમતો શો “કોણ બનેગા કરોડપતિ” શરૂ થઇ ગયો છે અને દર વખતની જેમ આ સીઝનમાં પણ એક પછી એક જબરદસ્ત કન્ટેસ્ટન આવી રહ્યા છે. હાલ કેબીસી જુનિયર ચાલી રહ્યું છે, જેમાં બાળકો પોતાની પ્રતિભા બતાવતા જોવા મળે છે. ત્યારે વડોદરાનો આવો જ એક પ્રતિભાશાળી બાળક પણ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પાર પહોંચ્યો હતો અને ત્યાં પણ તેને પોતાના જ્ઞાનથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
KBCમાં પહોંચ્યો વડોદરાનો બાળક :
આ બાળક છે વડોદરાના નિઝામપુરા વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી અત્યુક્ત બેહુર. અત્યુક્ત કેબીસીમાં આવ્યો એ પહેલાથી જ જનરલ નોલેજની તૈયારી કરતો હતો. આ દરમિયાન તેને શોમાંથી પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપીને 25 લાખ જેવી રકમ પણ જીતી હતી. તેને આ અનુભવ વિશે વાત કરતા કહ્યું હતું કે, ” KBCમાં અનુભવ અંગે મને શબ્દો જ મળતા નથી. મારો ખૂબ સારો અનુભવ રહ્યો, બિગ બીને મળીને ખૂબ સારું લાગ્યું, મેં તેમને કોરિયન શીખવ્યું, મારી માતૃભાષા શીખવી હતી. તેમણેએ મારી લાઈક-ડિસલાઇક જાણી હતી. ”
કોન્ફિડન્સ સાથે આપ્યા જવાબ :
આ ઉપરાંત અમિતાભ બચ્ચને એપિસોડ દરમિયાન અત્યુક્તને PNEUMONOULTRAMICROSCOPIC- SILICOVOLCANOCONIO આ બીમારી વિશે જણાવ્યું હતું. અત્યુક્તે વધુમાં જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચને ખૂબ જ ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કર્યું હતું. હું જરાય નર્વસ થયો નહોતો. હું ફુલ્લી કોન્ફિડેન્ટ રહ્યો હતો. તેમણે પૂછેલા 10માંથી 8 પ્રશ્નના જવાબો મેં સાચા આપ્યા હતા. ભગવાન મને આટલો આગળ લાવ્યા છે, જેથી હું થોડી રકમ ભગવાનના મંદિરમાં પ્રદાન કરવા માગું છું. બાકીની રકમ મારા હાયર સ્ટડી માટે રાખવા માગું છું. મારી ભવિષ્યમાં નેવી ઓફિસર બનવાની ઈચ્છા છે.
શાળાએ કર્યું સન્માન :
અત્યુક્તન શાળાના આચાર્ય શ્રીમતિ લીના નાયર પણ અત્યુક્તને અને તેના માતા પિતાને અભિનંદન આપતા જણાવે છે કે, ન્યુ એરા શાળા આવા ઉત્સાહી, કર્મશીલ વાલીઓ અને વિદ્યાર્થીઓથી એક પછી એક સન્માન મેળવતી રહી છે. શાળા સમાજમાં આ પ્રકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. અત્યુક્તના માતાપિતા દ્રઢપણે માને છે કે શાળામાં થતી પ્રવૃત્તિઓને કારણે તેની જિજ્ઞાસાવૃત્તિ હંમેશા વધતી રહી જેને કારણે તે સતત આગળ વધતો રહ્યો.