વડોદરાની બે બહેનો 50થી પણ વધુ દિવસ સુધી ગુમ રહ્યા બાદ અચાનક થઇ પોલિસ સમક્ષ હાજર ! એકે તો કરી લીધા લગ્ન, સૌથી ચોંકાવનારો ખુલાસો થયો…

વડોદરાના હરણી વિસ્તારમાંથી બે જોડિયા બહેનો ગુમ થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસો સુધી લાપત્તા રહ્યા બાદ અચાનક પોલિસ સમક્ષ હાજર થઇ હતી. આ યુવતિઓના પિતાએ દીકરીઓને શોધી લાવવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી હતી. પોલીસે પણ બંનેને શોધવા માટે આકાશ પાતાળ એક કરી દીધા હતા. જો કે, આ ઘટનામાં હાલમાં નવો વળાંક આવ્યો છે. બંને બહેનો અચાનક જ 53 જેટલા દિવસ સુધી ગુમ રહ્યા બાદ સામેથી ખેડાના લીંબાસી પોલીસ મથકે હાજર થઈ ગઈ હતી.

બંને પોતાની મરજીથી જ ગઈ હોવાની વાત પણ તેમણે કરી હતી. જો કે, આ બંનેમાંથી એકે તો લીંબાસીના એક યુવક સાથે લગ્ન પણ કરી લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હરણી વિસ્તારમાં રહેતી બે ટ્વિન્સ બહેનો 17 ફેબ્રુઆરીએ કોલેજ ગયા બાદ ઘરે પરત આવી નહોતી અને પછી તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી પણ તેઓની ભાળ ન મળતા તેમણે પોલીસને બંનેના ગુમ થયા અંગેની જાણ કરી હતી. જો કે, બંને જોડિયા બહેનોને ગુમ થયે ઘણા દિવસો વીતવા લાગ્યા પણ તેમનો કોઇ પત્તો ના લાગતા પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા.

દીકરીઓના પિતાએ તો મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરી હતી. પોલીસે પણ સીસીટીવી અને ફોન ડીટેઈલ આધારે તપાસ હાથ ધરી હતી. પરંતુ 53 દિવસ બાદ અચાનક જ બંને બહેનો ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશન હાજર થઈ અને આ દરમિયાન તેમની સાથે એક યુવક પણ હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આ બંનેમાંથી એકે તો લગ્ન પણ કરી લીધા છે. બંને બહેનોએ પોતાની મરજીથી જ અહીં આવી હોવાની વાત કરી હતી. પોલિસ સ્ટેશને હાજર થયેલી બે બહેનોએ કહ્યું કે, તેઓ પોતાની મરજીથી જ અહીં આવી છે. એક બહેને પોતાની સાથે રહેલા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાની વાત કરી હતી.

આ સાથે કહ્યું કે, તેઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નિવેદન માટે લઈ જવામાં આવી રહ્યા છે. બંને બહેનોએ કહ્યું હતું કે, પોલીસ અમને બરોડામાં નિવેદન લઈ પ્રોટેક્શન સાથે પરત લીંબાસી મૂકી જાય. બંને બહેનોનો પત્તો ના લાગતા તેમના પિતા દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆતો કરવામાં આવી હોવાને કારણે વડોદરા પોલીસ કમિશનરે આ મામલાની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની છેલ્લા પંદર દિવસથી તપાસ પણ કરી રહી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ મળી આવતા પોલીસ આ તપાસમાં આગળ વધે એ પહેલા જ બંને બહેનો સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગઇ હતી.

Shah Jina