વડોદરામાં ગઇકાલના રોજ બનેલી ગોઝારી ઘટના પછી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાયેલો છે. નાના-નાના બાળકોના મૃતદેહને જોઇ આખુ વડોદરા હીબકે ચડ્યુ છે. ત્યારે હાલમાં એક મૃતક બાળકી સકીનાનો અંતિમ વીડિયો સામે આવ્યો છે, જે ધોરણ 3માં અભ્યાસ કરતી હતી. આ વીડિયો જોઇ તમે પણ ગમગીન થઇ શકો છે.
સકીનાનો અંતિમ વીડિયો તેના મિત્ર સાથે છે, જેમાં તે કહેતાં સંભળાઇ રહી છે કે આજ તો મજા આને વાલી હૈ. પરંતુ આ નાની બાળકીને ક્યાં ખબર હતી કે આ વીડિયો તેનો અંતિમ વીડિયો બની જશે. ઉલ્લેખનીય છે કે, ન્યૂ સન રાઇઝ સ્કૂલના બાળકોને ગતરોજ હરણી સ્થિત લેક ખાતે પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. આ પિકનિક પર પાણીગેટની મેમણ કોલોનીમાં રહેતી સકીના અને તેની મોટી બહેન સોફિયા પણ ગઇ હતી.
ત્યારે બોટ પલ્ટી જતા સોફિયાનો જીવ બચી ગયો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પણ તેની નાની બહેન સકીનાનું આ દુરઘટનામાં મોત થયુ હતું. ત્યારે નાની બહેનને પોતે બચાવી ન શકતા તે નાસીપાસ થઇ ગઈ હતી. મૃતક સકીના ધોરણ-3માં જ્યારે ઇજાગ્રસ્ત સોફિયા ધોરણ-6માં અભ્યાસ કરે છે.
View this post on Instagram