વડોદરા નેશનલ હાઇવે કપુરાઇ ચોકડી પાસે કાર અને ટ્રકની વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં 36 વર્ષિય અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી, 27 વર્ષિય સંજયભાઇ અને 42 વર્ષિય રાજુભાઇનું મોત થયુ છે.
આ બનાવની જાણ થતા જ આસપાસના પસાર થતા લોકો ત્યાં દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલિસે આ ઘટનાની જાણ દસ્તાવેજોના આધારે પરિવારને કરી હતી. પોલિસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. પરિવારને જાણ થતા તેઓ પણ ડોદી આવ્યા હતા.
ઘટનાની વિગત અનુસાર, કારચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ડિવાઇડર કૂદી અને એજ સમયે ત્યાંથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક સાથે અથડાઇ હતી. કાર ટ્રક સાથે અથડાતા કારનો તો કચ્ચરઘાણ થઇ ગયો અને તેમાં રહેલ ત્રણ લોકોની મોત થઇ ગઇ હતી.

આ લોકો બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર તરફ સેવા સંસ્થાએ શરૂ કરેલ કાર્યક્રમમાં ગયા હતા. તેઓ રાજુલા જાફરાબાદ ખાતે લેવા આપતા અને તેમણે ઘરે એમ પણ કહ્યુ હતુ કે હું સૌરાષ્ટ્રમાં સેવા કરવા જઉ છુ અને તેઓ કાલે મોડી રાત્રે ઘરે પાછા જઇ રહ્યા છે તેવું પત્નીને પણ જણાવ્યુ હતુ.