ઓ બાપા રે…વડોદરામાં મહિલાએ બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દીધું અને કાર સીધી જ શો રૂમમાં કાચ તોડી ઘુસી ગઇ- જુઓ વીડિયો

વડોદરામાં મહિલાએ રેનોલ્ટ કાર શોરૂમના 5 પગથિયા ઠેકાડી દીધી, કાચ તોડી સીધી શોરૂમમાં ઘૂસી- ગજબના CCTV વાયરલ થયા, જલ્દી જુઓ તમે પણ….

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર અકસ્માતના એવા કિસ્સા સામે આવે છે કે સાંભળી અથવા જોઇ આપણે પણ આઘાતમાં સરી પડીએ. ત્યારે હાલમાં વડોદરાના અલકાપુરી બી.પી.સી રોડ પરથી એક અકસ્માતની ખબર ગત રાત્રે સામે આવી. જેમાં એક મહિલા કારચાલકે કારને એટલું જોરથી એક્સીલરેટર આપ્યું કે કાર સીધી જ ક્રોકરી શો રૂમના પાંચ પગથિયા ચઢી ગઇ અને શો રુમનો કાચ તોડી અંદર ઘુસી ગઇ.

આ મામલે શો રૂમ માલિકે કારચાલક સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અલકાપુરીમાં બી.પી.સી. રોડ પર ક્રિષ્ના ક્રોકરી શો રૂમમાં ગત રાત્રે આ ઘટના બની હતી. એક મહિલા ખરીદી કરવા માટે રેનોલ્ટ ક્વિડ કાર લઇને આવી હતી. પણ મહિલા જેવી કાર લઇને શો રૂમના પાર્કિંગમાં આવી કે તેનાથી એટલું જોરથી એક્સિલરેટર દબાઇ ગયુ કે કાર ઉછળીને શો રૂમના પાંચ પગથિયા ચઢી સીધી જ કાચ તોડી અંદર ઘૂસી ગઇ.

આ ઘટનાને પગલે ક્રિષ્ના ક્રોકરીના માલિક મહેશભાઇ સિંધાણી અને સ્ટાફના માણસો ગભરાઈ ગયા અને તેઓ એ જોવા દોડી આવ્યા કે એકદમ તો શું ધડાકો થયો. જોકે, આ ઘટના શો રૂમમાં લાગેલા CCTVમાં કેદ થઇ જવા પામી હતી. કાર શોરૂમમાં ઘૂસી જવાને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શોરૂમ માલિકે મહિલા કાર ચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગઇ હતી અને આ ઘટના પણ ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઇ હતી. જો કે ફુટેજ સામે આવ્યા લોકો ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina