ટીચરની નજર સામે જ બોટ પલટી, ખુલાસો કરતા કહ્યું કે ‘તળાવમાં બોટ અડધે સુધી આવી અને પછી…’

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ (new sunrise school)ના સ્ટુડન્ટ્સ આજે પિકનિક મનાવવા માટે હરણી તળાવ (Harni Lake)ગયા હાટ. ત્યાં સ્ટુડન્ટને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મરાવવામાં આવ્યો.

પછી કેપેસીટી કરતા વધુ વિદ્યાર્થીઓને બોટમાં બેસડવામાં આવેલા હોવાથી બોટ પલટી મારી ગઈ હતી. આ દરમિયાન બોટમાં 31થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તો આ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા.

ત્યારે અહીં સવાલ એ થાય છે કે આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે? ટીચરોએ પણ કેપેસીટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યા છતાં તેમને કેમ ન રોક્યા? આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે?

તમને જણાવી દઈએ કે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલની ગણતરી શહેરની નામાંકિત સ્કૂલોમાં થાય છે. આ સ્કૂલમાં શહેરના માલેતુજાર બાળકો અભ્યાસ કરે છે. બોલિવૂડ અભિનેતા વિવેક ઓબરોય સહિત અનેક મોટી-મોટી હસ્તીઓ પણ આ સ્કૂલની મુલાકાત લઈ ચૂકી છે.

પ્રારંભિક મીડિયા માહિતી અનુસાર, બોટમાં 4 શિક્ષકો સહિત 27 બાળકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે, હજુ પણ 2 બાળકો ગુમ છે. પિકનિકમાં આ બાળકો સાથે એક મહિલા શિક્ષક રાણા શિલ્પાબેનએ આખી મેટર વિશે વાત કરતા જણાવ્યું કે, અમે સનરાઇસ સ્કૂલમાંથી પિકનિક માટે આવ્યા ત્યારે

બોટમાં બેઠેલા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની બોટ લઈને અમે શિક્ષકો આવી ગયા હતા. આ બાદ, બોટવાળા અંગ્રેજી મીડિયમના બાળકોને લેવા ગયા અને પાછા અડધે સુધી આવ્યા તો બોટ ઊંધી વળી ગઈ હતી.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે, આ બોટમાં અંદાજે 30 જેટલા બાળકો બેઠા હતા. તેમણે કહ્યું, કૂલ 82 બાળકોને લઈને શાળાએથી નીકળ્યા હતા. તેમાંથી 50 જેટલા બાળકોને અમે લઈને આવ્યા હતા બાકીના તમામ બાળકો તે બોટમાં બેઠા હતા. જણાવી દઈએ કે, હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં બાળકોના પરિવારજનો આવી ગયા છે. આ દરમિયાન હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Image Credit: News18 Gujarati

YC