વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પુછપરછ દરમિયાન આરોપીનું મોત, છાતીમાં દુઃખાવો ઉપડતા અચાનક ઢળી પડ્યો
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલમાં વડોદરામાંથી આવો વધુ એક બનાવ સામે આવ્યો. બાઈક ચોરીના ગુનાની પૂછપરછ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં જે 29 વર્ષીય યુવકને લાવવામાં આવ્યો હતો તેને એકાએક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને તે બાદ તેને પોલીસકર્મીઓ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ.
આ બનાવને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, તરસાલી રીંગ રોડ ખાતે હરિનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યજ્ઞેશ ચૌધરીને બાઈક ચોરીના ગુના બાબતે પૂછપરછ કરવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે લઇ આવી અને આ દરમિયાન તેની પુછપરછ ચાલી રહી હતી અને રાત્રે 11 વાગ્યા આસપાસ તેને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો.
ત્યારે યજ્ઞેશને પોલિસકર્મીઓ દ્વારા સારવાર અર્થે સરકારી વાહનમાં માંડવી સ્થિત જમનાબાઇ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ પછી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યો. જો કે, ઇ.સી.જી કરતા સમયે જ યજ્ઞેશે દમ તોડી દીધો હતો. આ બાબતની જાણ પોલીસ દ્વારા મૃતકના પરિવારને કરાતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારે