PM મોદીના ગામ વડનગરમાંથી 1000થી 1200 વર્ષ જૂની સોલંકી યુગની મળી આવી બુર્જ ઇમારત, લોકોમાં ફેલાયુ આશ્ચર્ય

ગુજરાતનું વડનગર કે જે ઐતિહાસિક નગર તરીકે ઓળખાય છે તેણે હાલમાં દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. વડનગરમાંથી ખોદકામ દરમિયાન ઘણા પ્રાચીન અવશેષો અત્યાર સુધી મળી આવ્યા છે. ત્યારે ફરી એકવાર આવી જ કંઇક ઘટના બની છે. વડનગરમાંથી સોલંકી યુગની લગભગ એક હજારથી વધારે વર્ષ જૂની ઇમારત મળી આવી છે. આટલું જ નહિ પરંતુ અમરથોળ દરવાજા નજીકથી ઐતિહાલિક કિલ્લો પણ મળી આવ્યો છે. બુર્જ કિલ્લો મળી આવતા લોકોમાં આશ્વર્ય ફેલાયુ છે.

ઉલ્લેખનીય છે કે, શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ ઘેરાયેલા છે. બુર્જ પરથી સૈનિકો દુશ્મનો પર નજર રાખતા હતા અને શહેરની સુરક્ષા માટે પણ કોટ પણ બનાવાયા હતા. ઐતિહાસિક નગર કહેવાતા વડનગરના પેટાળમાંથી ખોદકામ કરતા બુર્જ કિલ્લો મળી આવતા પુરાતન વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિક અવશેષો વડનગરમાંથી મળ્યા છે.

ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને વડનગરમાંથી ઘણા પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો અને આ ઉપરાંત દરવાજાની આજુબાજુ બીજા બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે. આ બુર્જ આશરે 1000થી 1200 વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ જમીનના પેટાળમાં દબાયેલા છે. ઉલ્લેખનીય છે કે, સોલંકી કાળમાં આવા બુર્જ પરથી સૈનિકો દુશ્મનો પર નજર રાખતા હતા.

Shah Jina